Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

પદ્મ પુરસ્કાર એવોર્ડની જાહેરાત, જાપાનના પૂર્વ PM શિંજો આબેને મળ્યો પદ્મવિભૂષણ

January 25, 2021

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સોમવારે દેશના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે હેઠળ વિશેષ યોગદાન આપનાર નાગરિકોને 3 શ્રેણીઓ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવે છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે, સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ, સેન્ડ કલાકાર સુદર્શન સાહુ, પુરાતત્વવિદ બીબી લાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પીએમના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત), આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈ (મરણોપરાંત) અને ધર્મગુરુ કલદી સાદિક (મરણોપરાંત) સહિત 10 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

102 પદ્મ શ્રી પુરસ્કાર મેળવનારમાં ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હા, બ્રિટીશ ફિલ્મ નિર્દેશન પીટર બ્રૂક, ફાધર વેલ્સ (મરણોપરાંત), પ્રોફેસર ચમન લાલ સપ્રૂ (મરણોપરાંત)નું નામ સામેલ છે.