એનઆઈડીના પૂર્વ ડાયરેક્ટર વિકાસ સાતવેલકરનું કોરોનાથી નિધન

June 28, 2020

અમદાવાદ- એનઆઇડીના પૂર્વ ડાયરેક્ટર વિકાસ સાતવલેકરનું આજે રોજ કોરોનાથી નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધો.  સાતવલેકરે 1989થી 2000 સુધી એક્ઝિક્યુટી ડાયરેક્ટર અને વિઝ્યુલ કોમ્યુનિકેશન પ્રોગ્રામના હેડ તરીકે 1982થી 2000 સુધી સેવા આપી હતી.


ગ્રાફિક ડિઝાઈનર તરીકે તેમણે મધર ડેરી, નેશનલ ડેરી, ડેવલોપમેન્ટ બોર્ડ, પ્રાદેશિક ચેનલ તારા, બ્રોકાસ્ટ વર્લ્ડવાઇડ પ્રા. લિ., દૂરદર્શન ચેનલ (ડીડી ન્યુઝ, મેટરો, નેશનલ સ્પોર્ટ્સ, પ્રાદેશિક દૂરદર્શન ચેનલ, પ્રસાર ભારતી વગેરેમાં પોતાનો જાદુ ચલાવ્યો હતો.