પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ગંભીર રીતે બીમાર

June 15, 2022

- દેહના કેટલાય અંગો કામ કરતા નથી, તેઓને પાકિસ્તાન આવવા દેવા સેનાએ આપેલી મંજૂરી


દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સરમુખત્યાર પરવેઝ મુશર્રફ ગંભીર માંદગીમાં સપડાયા છે તેમના કેટલાય અંગો કામ કરી નથી રહ્યા. દુબઈમાં તેઓની સારવાર થઈ રહી છે પરંતુ તેમના જ કુટુમ્બીજનોનું કહેવું છે કે, તેઓની રીકવરી લગભગ અસંભવ સમાન છે. દરમિયાન પાકિસ્તાન મીડીયાએ એવા અહેવાલ આપ્યા છે કે તેઓ પાકિસ્તાન પાછા ફરવા માંગે છે. આ અંગે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે કહ્યું હતું કે, અમે તેઓનાં કુુુટુમ્બનો સંપર્ક સાધ્યો છે અને તેમના તરફથી જવાબ મળતા અમે જરૂરી વ્યવસ્થા કરીશું. આ સાથે મુશર્રફ જલ્દી સાજા થઈ જાય તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.


મુશર્રફ અત્યારે એમાઇવલોઇડોસીસ નામની બીમારીમાં પટકાયા છે તેમાં વ્યક્તિનું મસ્તિષ્ક હાથ પર ઉપરનો તેનો કાબુ લગભગ ગુમાવી દે છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસીફે પણ ગત સપ્તાહે કહ્યું હતું કે, જો પૂર્વ પ્રમુખ સ્વદેશ પાછા ફરવા ઇચ્છે તો અમારો તે સામે કોઈ વાંધો હોઈ શકે જ નહીં. આવી પરિસ્થિતિમાં પણ પાકિસ્તાને ભારત સામે વિષવમન કર્યું છે. પાક સૈન્યના પ્રવક્તા મેજર જનરલ બાબરે મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભારતે ફાયનાન્સયલ એક્શન ફોર્સ (FATF) માં પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની પેરવી કરી હતી જો કે આ અંગે ભારત તરફથી કોઈ પ્રત્યાઘાતો હજી સુધી અપાયા નથી.