ફોસ્ટાએ સરકારને આપી ચીમકી : નવા જીએસટી દર લાગુ થશે તો ઉગ્ર આંદોલનો થશે, જાણો શહેરની કેટલી માર્કેટો બંધ રાખશે?

December 29, 2021

સરકાર કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે. ૩૦મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે, જેમાં 185 માર્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. આ મુદ્દે ફોસ્ટા, મર્કન્ટાઈલ એસોસિએશન અને સાઉથ ગુજરાત ટેક્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશને બંધનું એલાન કર્યું છે. 

સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી, કોમર્સ મંત્રીને રજૂઆતો કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી. જેથી આંદોલનના પગલા ભરાશે. ફોસ્ટાએ લેટર જારી કરીને ટ્રેડર્સને ૩૦મીએ દુકાન બંધ રાખવા આહવાન કર્યું છે. સરકાર સુધી વાત પહોંચાડવા માટે બંધ: ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, કોઈ નિર્ણય ન લેવાતાં સરકાર સુધી અમારી વાત પહોંચાડવા બંધનું એલાન કરાયું છે. એક દિવસના બંધ પછી આગળ શું કરવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જેમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

‘વિજળી મોંધી છે, કાયમી નીરાકરણ માટે ટેક્સટાઈલમાં સોલાર ફિટ કરવા પ્રોત્સાહન આપો’ ટેક્સટાઈલ ઉદ્યોગનો આગામી 5 વર્ષનો રોડ મેપ તૈયાર કરવા માટે સધર્ન ગુજરાત ચેમ્બર, ગુજરાત ચેમ્બર, એસોચેમ તથા સ્પીનર્સ એસોસીએશન મળીને સિમ્ફોનિયસ નેટવર્કિંગ મિટીંગ વીથ ટેક્ષટાઇલ ટાયકૂન્સનું આયોજન કર્યું, જેમા ચેમ્બરે આગામી 5 વર્ષમાં ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટેનો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આ વાત ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ કહી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના અને કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રાલયના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિન્યુએબલ એનર્જી : ઉદ્યોગોમાં સરકાર વીજ સબસિડી આપે છે. જો રિન્યુએબલ એનર્જી હોય તો આ પ્રશ્ન નિકળી જાય. ઉપરાંત 24 કલાક વીજળી પણ મળી રહે. 
પ્રોડકશન ગેપ : ટેક્સટાઈલ પ્રોડક્ટોની વિદેશમાં માંગ વધી રહી છે. બીજી તરફ કંપનીઓ યાર્નનું પૂરતું ઉત્પાદન કરી શકતી નથી. જેથી 20 ટકા ગેપ પડે છે. મોટી કંપનીઓ યાર્નને સાઈડ બિઝનેસ ગણે છે. જેથી નાની કંપનીઓને પ્રોત્સાહન આપો.
કેમિકલના રોમટિરિયલ્સ : કાપડ ઉદ્યોગમાં વપરાતા કલર, કેમિકલના રો-મટિરિયલ્સ ઈમ્પોર્ટ થાય છે. જે મોંઘા છે. જેથી લોકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપો.​​​​​​