પાલક-ફુદીનાનું સૂપ

December 21, 2021

સામગ્રી : દોઢ કપ ઝીણી સમારેલી પાલક, 12 નંગ ફુદીનાનાં પાન, બે ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, અડધો કપ ઝીણા સમારેલા લીલા કાંદાનાં લીલાં પાન, બે ટેબલસ્પૂન માખણ, બે ટેબલસ્પૂન મેંદો, બે ચપટી જાયફળ પાઉડર, અડધી ચમચી તાજો પીસેલો કાળા મરીનો પાઉડર, પોણો કપ ફ્રેશ ક્રીમ, મીઠું સ્વાદાનુસાર

રીત : એક ઊંડા નોનસ્ટિક પૅનમાં પાલક, ફુદીનો, કોથમીર, લીલા કાંદાનાં લીલાં પાન અને 4 કપ પાણી મેળવી મધ્યમ તાપ પર 3થી 4 મિનિટ સુધી રાંધી લો. તેને ઠંડા પાણી વડે ધોઇને નીતારીને બાજુ પર રાખો. મિશ્રાણ ઠંડું થાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી નરમ સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો. એક ઊંડા નોન સ્ટિક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મંેદો નાંખી ધીમા તાપ પર બરાબર હલાવી દો. એમાં મિક્સરમાં તૈયાર કરેલી પ્યુરી નાંખી દો. થોડા થોડા સમયે હલાવતા રહી ઉપર ફીણ થાય ત્યાં સુધી રાંધી લો. પાલક–ફુદીનાનો સૂપ તૈયાર થઇ જશે. તેને ગરમગરમ પીરસો.