કોલંબિયા વિમાન દુર્ઘટનામાં ગુમ થઈ ગયેલા 4 બાળકો 16 દિવસ બાદ સેનાને જીવિત મળ્યા
May 18, 2023
.jpg)
નવી દિલ્હી : કોઈપણ ભયંકર અકસ્માત બાદ બાળકોનું બચી જવુ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જ એક ચમત્કાર કોલંબિયામાં થયો છે. પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ બુધવારે જણાવ્યું હતું કે, બે અઠવાડિયા કરતાં પણ વધુ સમય પહેલાં થયેલા પ્લેન ક્રેશ થયા બાદ કોલંબિયાના ગાઢ એમેઝોન જંગલમાં 11 મહિનાના બાળક સહિત ચાર બાળકો જીવિત મળી આવ્યા છે. તેમણે તેને 'દેશ માટે ખુશી' ગણાવી છે. પેટ્રોએ ટ્વીટર પર આ સમાચાર શેર કરતા કહ્યું કે, સૈન્ય દ્વારા મુશ્કેલ શોધ પ્રયાસ બાદછી બાળકો સુરક્ષિત રીતે મળી આવ્યા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અધિકારીઓએ 100થી વધુ સૈનિકોને સ્નિફર ડોગ સાથે તૈનાત કર્યા હતા જેથી બાળકોની તલાશી કરી શકાય જે 1 મે ના રોજ થયેલા પ્લેન ક્રેશમાં યાત્રા કરી રહ્યા હતા. જેમાં ત્રણ વયસ્કોના મોત થઈ ગયા હતા. બચાવકર્મીઓનું માનવું છે કે, આ બાળકોમાંથી એક 11 મહિનાનું બાળક હતું. આ ઉપરાંત 13, 9 અને 4 વર્ષના બાળક સામેલ હતા. દુર્ઘટના બાદથી તેઓ દક્ષિણ કૈક્વેટાના જંગલોમાં ભટકી રહ્યા હતા.
આ પહેલા બુધવારે સશસ્ત્ર દળોએ કહ્યું હતું કે બાળકોને જંગલમાં લાકડાથી બનેલુ આશ્રય મળ્યા બાદ તેમને શોધવા માટેના બચાવ પ્રયાસો વધુ તીવ્ર બન્યા હતા. આ પછી તેમને ખાતરી થઈ ગઈ હતી કે બાળકો હજી જીવિત છે. સશસ્ત્ર દળો દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટામાં જંગલના ફ્લોર પરની શાખાઓ વચ્ચે કાતર અને હેરબેન્ડ જોઈ શકાય છે. અગાઉ એક બાળકની પાણીની બોટલ અને અડધું ખાધેલું ફળ મળી આવ્યું હતું.
Related Articles
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર્મી જ શાસન કરી રહી છે : ઈમરાન ખાન
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર...
May 30, 2023
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શાંઘાઈમાં છેલ્લા 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શ...
May 30, 2023
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, બે મહિનામાં બીજી ઘટના
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગો...
May 30, 2023
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો ઘાયલ
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહ...
May 30, 2023
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા અભિનંદન, PM મોદીએ ટ્વિટ કર્યું
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેત...
May 30, 2023
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યક...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023