રાજ કુંદ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ વિટનેસ બનવા તૈયાર થયા

July 25, 2021

મુંબઈ : રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં રોજ નતનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કોર્ટે રાજને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે શિલ્પાના ઘરે જઈને તેની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી, પણ પોલીસને ક્લીન ચીટ મળી. હાલનાં લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, રાજ કુંદ્રાનું કંપનીના ચાર કર્મચારી વિટનેસ બની આગળ આવ્યા છે. આ કર્મચારીઓ તરફથી રાજનાં બિઝનેસ વિશે અન્ય ઘણી બધી માહિતીઓ મળે તેવી આશા છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોર્ન કેસમાં ચાર કર્મચારીઓનો રોલ સૌથી મહત્ત્વનો હશે. રાજ કુંદ્રા, તેની પત્ની શિલ્પા શેટ્ટી કે અન્ય કોઈ પણ મિત્ર આ કેસ વિશે કઈ બોલી રહ્યું નથી. તેવામાં કંપનીનાં જ 4 માણસો પાસેથી ઘણા બધા રાઝ જાણવા મળી શકે છે. ક્રાઈમ બ્રાંચ આ બધાને પોર્નોગ્રાફી રેકેટ, બિઝનેસ ડીલ્સ અને ફાઈનાન્શિય ડીલ્સ વિશે પૂછશે. આ ચાર કમર્ચારી વિટનેસ બનતા રાજ કુંદ્રાની તકલીફો વધી ગઈ છે. ક્રાઈમ બ્રાંચ ટીમની શોધખોળ ચાલુ છે.