મહેસાણામાં ડીંગુચાના 4 લોકોના મોત મામલે મોટી કાર્યવાહી, બે એજન્ટની ધરપકડ

January 15, 2023

અમદાવાદ: ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનો ગોરખધંધો ચલાવતા ટુર એન્ડ ટ્રાવેલ્સ એન્ડ વિઝા કન્સલ્ટિંગ ચલાવનારાઓ સામે ક્રાઇમ બ્રાન્ચે તવાઈ બોલાવી છે. અને બે વ્યક્તિની ધરપકડ કરી છે.
બે વર્ષ પહેલા ડીંગૂચા ગામના ચાર સભ્યો ગેરકાયદે કેનેડા જતા સમયે અમેરિકા બોર્ડર ઉપર ભારે હિમવર્ષાને કારણે મોતને ભેટ્યું હતું. આ પરિવારના જગદીશભાઈ પટેલ પત્ની વૈશાલી તેમની 11 વર્ષીય દીકરી વિહંગા અને 4 વર્ષીય દીકરા સાથે કેનેડા જવા રવાના થયા. પણ ગેરકાયદે પ્રવેશ લેતા અમેરિકા બોર્ડર ઉપર -35 ડિગ્રી તાપમાનને કારણે સમગ્ર પરિવાર કરુણામયરીતે મોતને ભેટી ગયું. આ ઘટનાથી માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો હતો


આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ કરતા બે એજન્ટની ધરપકડ કરી છે તો બે એજન્ટ ફરાર છે. આ તપાસમાં સામે આવ્યું છે કે એ સમયે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોથી કુલ 11 લોકોને ગેરકાયદે વિદેશ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યા અને બાકીના 7 લોકો કેનેડા પહોંચી ગયા. જે અંગે ત્યાંની પોલીસ તપાસ કરી રહી છે.