કયૂબેકના એરબીએનબીમાં પાર્ટી કરનારા ૮૩ વિદ્યાર્થીઓને દંડ ફટકારાયો

November 04, 2020

  • પાડોશીએ પોલીસને જાણ કરતા મધરાતે રેડ પડાઈ હતી, કુલ ૮૩ હજાર યુએસ ડોલર દંડ પેટે જમા થયા,

ક્યૂબેક : કોવિડ -૧૯ની મહામારી દરમિયાન સાવચેતી રાખવામાં ચૂક કરનારાઓને ફટકારવામાં આવતો હતો. દંડનો એક મોટો કિસ્સો કયુબેકમાં બહાર આવ્યો છે. જેમાં કોવિડ -૧૯ મહામારી દરમિયાન અનેક પ્રતિબંધો અમલમાં હતા. આમ છતાં પાર્ટી યોજવાના નિયમનો ભંગ કરનારા ૮૩ વિદ્યાર્થીઓને પ્રત્યેકને ૧૦૦૦ યુએસ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જાણકારી કયુબેક પોલીસે એમઆરસી ડેસ કોલિન્સના ટવીટરથી આપી હતી. જે કેસની તપાસ કરી રહ્યા છે. ચેલ્સીયામાં એરબીએનબી ખાતે પાર્ટી યોજાઈ હતી. કુલ ૮૩ હજાર યુએસ ડોલરનો દંડ જમા થયો હતોકયુબેક ઓન્ટેરિયો સરહદ નજીક ગેટીનેઉની નાની મ્યુનિસીપાલીટી ગણાતા ચેલ્સીયામાં પાર્ટી યોજાઈ હતી. પાડોશીઓએ પોલીસને ફોન કરી મધરાતે બે વાગ્યે જાણ કરતા પોલીસે રેડ પાડી હતી અને એરબીએનબીમાં હાજર ૮૩ જણાને ઝડપી પાડયા હતા.

કેટલાક લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. એરબીએનબીએ જણાવ્યું હતું કે, હવેથી તેઓ પણ ભાડુઆતોને કડક સુચના આપશે કે કોવિડ -૧૯ને કારણે ઓગસ્ટ માસથી પાર્ટી યોજવા પર પ્રતિબંધ છે. એક ઘરમાં માત્ર ૧૬ જણાની હાજરીને માન્ય રખાઈ છે. એટલે જો કોઈ ભાડુઆત મહેમાનોને મોટી સંખ્યામાં બોલાવશે તો એની જવાબદારી તેમની રહેશે.