ફ્રેન્ચ ન્યૂ વેવના આઇકોનિક ફિલ્મમેકર જીન-લુક ગોડાર્ડનું 91 વર્ષની વયે નિધન

September 13, 2022

દિલ્હી- ફ્રેન્ચ ન્યૂ વેવના આઇકોનિક ફિલ્મમેકર જીન-લુક ગોડાર્ડનું 91 વર્ષની વયે અવસાન થયું છે. જીન-લુક ગોડાર્ડે વર્ષ 1960માં તેમની પ્રથમ ફિલ્મ 'બ્રીથલેસ' દ્વારા સિનેમામાં ક્રાંતિ લાવી હતી. જીન-લુક ગોડાર્ડ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સૌથી મહત્વપૂર્ણ અને ઉશ્કેરણીજનક નિર્દેશકોમાંના એક તરીકે વિશ્વ સમક્ષ ઉભા થયા. 
ફ્રેન્ચ મીડિયાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે, જીન-લુક ગોડાર્ડે મંગળવારે અંતિમ શ્વાસ લીધા અને તેમના પરિવારજનોઓ આ અંગે મીડિયાને માહિતી આપી છે.
જીન-લુક ગોડાર્ડે 1950ના દાયકામાં ફિલ્મ વિવેચક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવાની સાથે જ તેમણે કેમેરા,સાઉન્ડ અને સ્ટોરીના નિયમો પોતાની મરજીથી ફરીથી લખ્યા. તેમની પોતાની ફિલ્મોએ અભિનેતા જીન-પોલ બેલમોન્ડોને સ્ટારડમ અપાવ્યું.


જીન-લુક ગોડાર્ડનો જન્મ 3 ડિસેમ્બર, 1930ના રોજ પેરિસમાં એક શ્રીમંત ફ્રેન્ચ-સ્વિસ પરિવારમાં થયો હતો.  જીનનો ઉછેર ન્યોન, સ્વિટ્ઝર્લૅન્ડમાં થયો. સ્નાતક થયા પછી, તેણે સ્વિટ્ઝર્લેન્ડમાં ડેમ પ્રોજેક્ટ પર એક કન્સ્ટ્રક્શન તરીકે તેમણે નોકરી મેળવી. પોતાની જોબથી કમાવેલા પૈસા તેમણે 1954માં રિલીઝ થયેલી પોતાની પહેલી ફિલ્મ ઓપરેશન વંક્રીટ પર લગાવી દીધા. જે બાદ તેમણે ટ્રૂફોટની એક સ્ટોરી પર આધારિત બ્રીથલેસ ફિલ્મ પર પણ કામ શરુ કર્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી.  આટલું જ નહી તેમણે વર્ષ 1960માં રિલીઝ થયેલી બ્રીથલેસ જીનની પહેલી મોટી સફળતા હતી.