બેઇજિંગથી શાંઘાઇ સુધી લોકો હવે વિરોધ કરતા જરાંય ખચકાતા નથી

November 28, 2022

કોરોના સંક્રમણના નામે લોકો પર થતા અત્યાચારની પોલ ખૂલી ગઇ છે


નવી દિલ્હી- ૨૦૨૦માં કોરોના મહામારીથી દુનિયા પરેશાન હતી. વિશ્વના મોટા ભાગના દેશો લોકડાઉનનું સંકટ ભોગવી રહયા હતા ત્યારે ચીન આર્થિક અને ઉત્પાદનની પ્રવૃતિઓથી ધમધમતું હતું.આજે દુનિયામાં કોરોનાની લહેર શાંત થઇ છે પરંતુ ચીનમાં રોજબરોજ વધતા જતા કોરોના સંક્રમણના કેસે ચિંતા વધારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોજ ૫૦ હજારથી વધુ સંક્રમણના  કેસ આવી રહયા છે.


કોરોના સંક્રમણ અટકાવવા માટે રાષ્ટ્રપતિ જિનપિંગે ઝીરો કોવિડ પોલિસી અપનાવી હોવાથી લોકો આક્રોશ પ્રગટ કરી રહયા છે. કોરોનાના નિયમોનું કડક પાલન કરાવવામાં આવતા નાગરિકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. ચીનમાં સામ્યવાદી સરકાર હોવાથી વિરોધ પ્રદર્શન સરળ હોતા નથી. દરેકને હિલચાલ પર સરકારની ચાંપતી નજર હોય છે તેમ છતાં બેઇજિંગથી શાંઘાઇ સુધી લોકો વિરોધ કરતા ખચકાતા નથી.