આજથી ગુજરાત આત્મનિર્ભર યોજનાના ફોર્મનું વિતરણ, લોનનું ફોર્મ લેવા અનેક સ્થળે લોકોના ટોળા એકઠાં થયાં

May 21, 2020

અમદાવાદ. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 1,60,772 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12,539 પોઝિટિવ અને 1,48,233 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુંઆંક 749એ પહોંચ્યો છે અને 5219 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાત આત્મનિર્ભર યોજના હેઠળ નાના ધંધા-રોજગાર ધરાવતા લોકોને 2 ટકાના વ્યાજદરે લોન આપવા માટેના ફોર્મનું આજથી રાજ્યભરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાનું ફોર્મ લેવા માટે મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં લાઇનો લાગી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત સહિત રાજ્યભરમાં લોકો ફોર્મ લેવા માટે કો-ઓપરેટિવ બેન્ક ખાતે ઉમટી રહ્યાં છે. ગાંધિનગર સહિત અનેક સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ માટે ટોકન સિસ્ટમથી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે.