પંજાબમાં સંપુર્ણ કર્ફ્યુ,માત્ર જરૂરી સેવાઓને છુટ

March 23, 2020

નવી દિલ્હી  : શમાં કોરોના વાયરસનાં વધતા કેસ વચ્ચે પંજાબમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે, આ દરમિયાન જરૂરી સેવાઓને છુટ આપવામાં આવી છે, રાજ્યનાં મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે હુકમ આપ્યો છે.

દેશમાં અત્યાર સુંધીમાં ચેપના કેસ વધીને 415 થયા છે, રવિવાર રાત્રે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 360 થઇ છે, આ આંકડામાં 41 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે, અત્યાર સુંધીમાં 7 મોત થયા છે.

આ પહેલા સોમવારે સવારે કેન્દ્ર સરકારે 75 જીલ્લામાં જારી લોક ડાઉનને લઇને રાજ્યોને પત્ર લખ્યો હતો, રાદજ્ય સરકારોએ કહ્યું કે કોરોના વાયરસનો ફલાવો રોકવા માટે બંધનું કડકાઇથી પાલન કરાવે અને તેનું ઉલ્લંઘન કરનારા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરે.  

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રવિવારે દેશભરમાં એવા 75 જીલ્લા કે જ્યાં કોરોના વાયરસનાં ચેપનાં કેસ બહાર આવ્યા છે તેને માર્ચ 31 સુંધી બંધ કરવાનો નિર્ણય લીધો હતો.