કોરોના સામે ગેમ ચેન્જર સાબિત થશે આ થેરાપી, 12 કલાકમાં જ દર્દી થયા સાજા

June 09, 2021

કોરોના વાયરસની સામે અનેક સારવાર અને દવાઓ પ્રયોગ કરવામાં આવી છે. કોઈમાં સફળતા મળી છે તો અમુકમાં સારા પરિણામ મળ્યા નથી. આ વચ્ચે નવી દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે મોનોક્લોનલ એન્ટીબોડીનું પરિણામ સારું આવ્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે, પહેલા સાત દિવસોની અંદર લક્ષણોની તેજીથી પ્રગતિ સાથે બે દર્દીઓમાં સફળતાપુર્વક મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવાથી સારા પરિણામ આવ્યા છે.


ભારે તાવ, ખાંસી, ગંભીર નબળાઈ અને લ્યૂકોપોનિયાવાળા 36 વર્ષના સ્વાસ્થ્યકર્મીને બીમારીના છઠ્ઠા દિવસે REGCov2 (CASIRIVIMAB Plus IMDEVIMAB) આપવામાં આવી. 12 કલાકની અંદર દર્દીના પેરામીટરમાં સુધારો થયો અને તેને રજા આપી દેવામાં આવી હતી. બીજો મામલો આર.કે.રાજદાનનો હતો જે 80 વર્ષના છે. તેઓને ડાયાબિટીસ અને હાઈ બીપી હતું અને ભારે તાવ તેમજ ખાંસી પણ હતી. રૂમની હવા પર તેમનું ઓક્સિજન 95 ટકા હતું. સીટી સ્કેનમાં સામાન્ય બીમારીની પુષ્ટિ થઈ હતી. તેઓને બીમારીના પાંચમાં દિવસે REGCov2 આપવામાં આવ્યું હતું. અને 12 કલાકમાં દર્દીના પેરામીટરમાં સુધારો થયો હતો.


ડો. પૂજા ખોસલા, સીનિયર કન્સલ્ટન્ટ, મેડિસિન વિભાગ, સર ગંગારામ હોસ્પિટલ મુજબ, જો યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવામાં આવે તો મોનોક્લોનલ એન્ટીબોડી આવનારા સમયમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેનાથી ભારે જોખમવાળા લોકોમાં હોસ્પિટલમાં ભરતી અને ગંભીર બીમારીની પ્રગતિથી બચાવી શકાય છે. આ સ્ટેરોઈડ અને ઈમ્યુનોમોડ્યુલેશનના ઉપયોગથી બચાવ કે ઓછું કરવામાં મદદ કરી શકે છે જે મ્યુકોર્મિકોસિસ, સેકેન્ડરી બેક્ટેરિયલ અને સીએમવી જેવા વાયરલ સંક્રમણ જેવા ઘાતક સંક્રમણોના જોખમને ઓછું કરશે.


મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ હળવાથી મધ્યમ ઉચ્ચ જોખમ દર્દીઓની સારવાર કરે છે જે કોવિડ પોઝિટિવ છે. દિલ્હીની પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાનાં બે વૃદ્ધ દર્દીઓને એક અઠવાડિયા પહેલાં આ થેરાપી આપવામાં આવી હતી અને હવે તે કોરોનાથી મુક્ત થઈ ગયા છે. બંને દર્દીઓને હૃદય સંબંધિત બીમારીઓ હતી. એક્સપર્ટના કહેવા અનુસાર આ થેરાપીથી હળવાથી મધ્યમ લક્ષણવાળા 70 ટકા દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડતી નથી.