વૈશાખ મહિનામાં ગણેશ પૂજા:19મીએ સંકષ્ટી ચોથ, આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે
May 18, 2022

વૈશાખ મહિનાનું સંકટ ચોથ વ્રત 19 મેના રોજ રહેશે. આ તિથિએ ભગવાન ગણેશના એકદંત સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ગુરુવારના રોજ ઉત્તરાષાઢા નક્ષત્ર હોવાથી પ્રજાપતિ યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન ગણેશની પૂજાનું શુભફળ વધી જશે. ભવિષ્ય પુરાણ પ્રમાણે સંકષ્ટી ચોથની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે.
દરેક પ્રકારના સંકટથી છુટકારો મેળવવા માટે સંકષ્ટી ચોથના દિવસે ભગવાન ગણેશ અને ચોથ દેવીની પૂજા કરવામાં આવે છે. સાથે જ, રાતે ચંદ્રની પૂજા અને દર્શન કર્યા પછી વ્રત ખોલવામાં આવે છે.
ધર્મગ્રંથો પ્રમાણે કોઈપણ શુભ કામ કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એટલે ભગવાન ગણેશને બધા દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. તેમને બુદ્ધિ, બળ અને વિવેકના દેવતાનો દરજ્જો પ્રાપ્ત છે. તેમની પૂજા અને વ્રત કરવાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. જેના દ્વારા બધા જ કામ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશના પ્રસન્ન થવાથી દરેક પ્રકારના સંકટ પણ દૂર થઈ જાય છે.
જ્યોતિષાચાર્ય જણાવ્યું કે, સંકષ્ટી ચોથનો અર્થ સંકટને હરનારી ચોથ થાય છે. સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ કઠોર સમયમાંથી મુક્તિ મેળવવી થાય છે. આ દિવસે ભક્તો પોતાના દુઃખમાંથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે. ગણેશ પુરાણ પ્રમાણે ચોથના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી હોય છે. આ દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ વધારે છે.
ભગવાન ગણેશજીને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુ પોતાના જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયથી છુટકારો મેળવવા માટે તેમની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે. અનેક જગ્યાએ તેને સંકટ હારા કહેવામાં આવે છે તો કોઇ સ્થાને સંકટ ચોથ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશજીનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લાભ પ્રાપ્તિ થાય છે.
Related Articles
શનિની વક્રી ગતિ:13 જુલાઈએ શનિ મકરમાં પ્રવેશ કરશે, ધન રાશિના લોકો ઉપર સાડાસાતી શરૂ થશે
શનિની વક્રી ગતિ:13 જુલાઈએ શનિ મકરમાં પ્ર...
Jul 06, 2022
આજે બુધ પોતાની જ રાશિ મિથુનમાં પ્રવેશ કરશે; બુધાદિત્ય યોગ બનાવશે, વૃષભ, સિંહ અને કન્યા સહિત પાંચ રાશિ માટે શુભ
આજે બુધ પોતાની જ રાશિ મિથુનમાં પ્રવેશ કર...
Jul 02, 2022
આજે ગુપ્ત નવરાત્રીઃ ગુરૂ અને શનિ સહિતના અનેક ગ્રહો પોતાની રાશિમાં કરશે ભ્રમણ
આજે ગુપ્ત નવરાત્રીઃ ગુરૂ અને શનિ સહિતના...
Jun 30, 2022
મંગળ અને બુધનો સ્વ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને થશે ફાયદો
મંગળ અને બુધનો સ્વ રાશિમાં પ્રવેશ, જાણો...
Jun 25, 2022
આવતી કાલે જેઠ મહિનાની પૂનમ; ત્રણ શુભ યોગ હોવાથી આ દિવસે સ્નાન-દાન કરવાથી ત્રણગણું પુણ્ય મળશે
આવતી કાલે જેઠ મહિનાની પૂનમ; ત્રણ શુભ યોગ...
Jun 13, 2022
રાશિ પરિવર્તન:આજથી બુધ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે, વેપાર, વાણિજ્ય અને યુવા પેઢી માટે સારા સંયોગ રચાશે
રાશિ પરિવર્તન:આજથી બુધ ગ્રહ વૃષભ રાશિમાં...
Jun 04, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022