ગેટ્સ અને મેલિન્ડાને હવે જુદાં જુદાં રસ્તાની શોધ

May 10, 2021

  • ગેટ્સ અને મેલિન્ડાના છુટાછેડાના નિર્ણયથી દુનિયાના બુદ્ધીજીવીઓમાં શરૂ થયો અટકળોનો દોર
  • દુનિયાના ધનવાનોની યાદીમાં સામેલ અને ત્રણ સંતાનો ધરાવતા ગેટ્સ કે તેમની પત્ની મિલેન્ડાએ કયારેય એકબીજાને નીચા દેખાડવાનો પ્રયાસ સુદ્ધા કર્યો નથી

માનવ જીવનમાં લવ, મેરેજ, રિલેશન્સ અને સમાજ જેવા શબ્દો ખૂબ જ પ્રચલિત છે. આ સાથે જ સભ્યતા અને સંસ્કાર પણ જોડાયા છે. દુનિયામાં દરેક દેશની સંસ્કૃતિ જુદી જુદી છે. ભારતીય સંસ્કૃતિ કરતા પશ્ચિમ દેશની સંસ્કૃતિ અને રહેણીકરણીમાં માનવજીવનમાં આસમાન જમીનનો ફરક છે. ભારતીય સંસ્કૃતિમાં કુંટુબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાને ગાઢ બનાવવા સભ્યતા, અને શિસ્તતાને સાંકળી લેવાયા છે. તેવું બીજી સંસ્કૃતિ કે ઘર્મોમાં જોવા મળતુ નથી. હાલમાં બિલ ગેટ્સ -મેલિન્ડાએ ડિવોર્સ લીધા તે ઘટના પરથી એટલું સ્પષ્ટ છે કે, માનવીના જીવમાં સંબંધો બહુ પેચીદા હોય છે. આખી દુનિયામાં જેની નામના છે, દુનિયાના રિચેસ્ટ નાગરિકોમાં જેનુ નામ છે એવા બિલ ગેટ્સ અને મેલિંડાએ ૨૭ વર્ષના લગ્નજીવન પછી છૂટાં પડવાનો નિર્ણય કર્યો છે. આ દંપતીએ હાલમા જ જાહેર કર્યું છે કે, અમને નથી લાગતું કે, હવે એક કપલ તરીકે અમે આગળ વધી શકીએ. અમે દાંપત્યજીવન વિશે બહુ વિચાર કર્યા, એકબીજા સાથે ચર્ચા કરી, સંબંધો સુધારવાના પ્રયાસો પણ કર્યા છે.

તમામ પાસાઓને ચકાસ્યા છે. જે બાદ આખરે અમે લગ્નજીવનને અંત આણવાનું નક્કી કરી લીધું છે. ત્રણ સંતાનો ધરાવતા બિલ ગેટ્સની અત્યારે ૬૫ વર્ષની ઉંમર છે જયારે તેમની પત્ની મેલિંડા ૫૬ વર્ષના છે. બિલ ગેટ્સ એ મેલિન્ડાએ પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ તેમની લવસ્ટરોની ચર્ચાઓ પણ બિલ ગેટ્સે તેની પ્રોફેશનલ લાઈફમાં મેળવેલી સફળતા બાદ ભારે ચર્ચામાં આવી હતી. બંનેની લાઇફ્ ઉપર ડોક્યુમેન્ટરી પણ બની છે. બિલ ગેટ્સ અને મેલિંડા બંને બુદ્ધિશાળી છે. બિલ ગેટ્સની મુલાકાત વોરેન બફ્ટ સાથે થઇ એ પછી તો એ સ્નેહથી માંડીને સંપત્તિ વિશે મોટા ફ્લિોસોફ્રની જેમ જ વાતો કરતા થઈ ગયા છે.

દુખની વાત તો એ છે કે, આટલી બુદ્ધિશાળી અને સુખીસંપન્ન આ દંપતીએ જીવનના આ ઉંમરે એકબીજાથી દૂર થવા જેવો કઠોર નિર્ણય કર્યો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સ લગ્નના ૨૭ વર્ષ પછી છૂટાછેડા લઈ રહ્યા છે. બંનેએ કહ્યું કે તે આગળની જિંદગી સાથે પસાર કરી શકે તેમ નથી. હવે ચારેબાજુ માત્ર એ સવાલ છે કે છૂટાછેડા પછી મેલિન્ડાના ભાગમાં કેટલાં પૈસા આવશે? થોડાક સમય પહેલાં એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસના છૂટાછેડા પણ તેના કારણે ચર્ચામાં હતા અને છૂટાછેડા પછી તેમની પત્ની અરબપતિઓની યાદીમાં આવી ગઈ હતી.

આજે દુનિયાના આવા કેટલાક છુટા છેડા વિશેની ચર્ચા કરીશું. જેમાં છૂટાછેડા પછી પત્ની અરબપતિ બની ગઈ અને પતિની આવકમાં ઘટાડો થતાં તે અનેક અરબપતિઓની યાદીમાંથી આઉટ થઈ ગયા છે. કેસિોનાના દિગ્ગજ એલેન વિને ૨૦૧૦માં બીજીવાર છૂટાછેડા લીધા હતા. તેમની પત્ની તે સમયે ૨૦૦૨થી વિન રિસોર્ટ્સની બોર્ડ મેમ્બર હતી. સેટલમેન્ટમાં એ નક્કી થયું કે, તેમની પત્ની એલન વિનને કંપનીના ૧૧ મિલિયન એટલે ૧.૧ કરોડ શેર મળશે. આ શેરની કિંમત લગભગ ૭૯૫ મિલિયન ડોલર હતી. સ્ટીવે પણ તે વર્ષે લગભગ ૧૧૪ મિલિયન ડોલર્સના શેર વેચ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્ટીવ પર યૌન શોષણના આરોપ લાગ્યા અને તેના પછી તેમણે બધા શેર વેચી દીધા. તેના પછી લગભગ ૨ અરબ ડોલરની સંપત્તિની સાથે એલન ઉઅહહ ઇીર્જિંજની સૌથી મોટી શેર હોલ્ડર બની ગઈ હતી. રોય અને તેમની પત્નીએ ૨૦૧૭માં છૂટાછેડા માટે અરજી કરી હતી. તે પણ ત્યારે જ્યારે રોય ૭૭ વર્ષના હતા. અને તેમના પત્ની પેટ્રિસિયા ડિઝની ૭૨ વર્ષના હતા. આ છૂટાછેડા તેમણે લગ્નના ૫૨ વર્ષ પછી લીધા હતા. રોય ઈ વોલ્ટ ડિઝનનીના એક ભત્રીજા હતા. જેમની પાસે તે સમયે લગભગ ૧.૩ અરબ ડોલરની સંપત્તિ હતી. છૂટાછેડા પછી તેમણે પોતાની અડધી સંપત્તિ ગુમાવી દીધી હતી. પહેલાં તે ફોર્બ્સની ૪૦૦ લોકોની યાદીમાં સામેલ હતા. પરંતુ છૂટાછેડા પછી તે અરબપતિઓમાંથી તેમની બાદબાકી કરાઈ હતી. દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને તેની પત્ની મેકેન્ઝી બેઝોસના છૂટાછેડા ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ છૂટાછેડા પછી મેકેન્ઝી બેઝોસ પણ ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

ચોંકાવનારી વાત એ છે કે મેકેન્ઝી જે પૈસાથી અમીર થઈ છે, તે તેને પતિ જેફ બેઝોસ પાસેથી છૂટાછેડાથી મળ્યા છે. ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે મેકેન્ઝીની કુલ સંપત્તિ ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની છે અને તે દુનિયાની ૨૨મી સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગઈ છે. લગભગ ૩ વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ પછી ઓઈલ ટાઈકૂન હેરોલ્ડે નક્કી કર્યું હતું કે, તે પોતાની પત્ની જીી છહહ છહિટ્વઙ્મઙ્મથી છૂટાછેડા લેશે. તેના બદલે તેમણે પોતાના મોર્ગન સ્ટેનલેના એકાઉન્ટમાંથી એક ચેક ફાડીને પોતાની પત્નીને આપ્યો. જેમાં કિંમત લખી હતી ૯૭૪,૭૯૦,૩૧૭.૭૭ ડોલર એટલે લગભગ ૯૭.૪ કરોડ ડોલર. તે સમયે તો તે માની ગઈ અને ચેકને પોતાના ખાતામાં ડિપોઝીટ કરી દીધા. પરંતુ પછીથી તેનું મન બદલાઈ ગયું અને તેણે ઁટ્વદ્બદ્બ કંપનીમાં શેર માટે અપીલ કરી. એપ્રિલ ૨૦૧૫માં ઓક્લાહોમા સુપ્રીમ કોર્ટે આ કહાનીને ખતમ કરી અને નિર્ણય હેરોલ્ડના હકમાં આપતાં તેમની પૂર્વ પત્નીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે સેટલમેન્ટ સમયે તેમણે રાજીનામા પર સહી કરી હતી અને તે પૈસાને પોતાના ખાતામાં જમા પણ કરી દીધા હતા. બિલ અને સૂ ગ્રોસના છૂટાછેડાથી સૂ ગ્રોસ અરબપતિઓની યાદીમાં સામેલ થઈ ગઈ, જયારે બિલ આ યાદીમાંથી બહાર થઈ ગયા. ૨૦૧૬માં સૂ ગ્રોસે પતિ બિલ પાસેથી છૂટાછેડા લેવાની અરજી કરી. જો અસેટ મેનજમેન્ટ કંપની ઁૈદ્બર્ષ્ઠના ફાઉન્ડર હતા. વર્ષ પછી બંનેના છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થઈ અને તેને ૧.૩ અરબ ડોલરની સંપત્તિ મળી. તેના પછી ૧૪ વર્ષોથી ફોર્બ્સની યાદીમાં રહેલા બિલ યાદીમાંથી બહાર થઈ ગયા.

આજે ઉદ્યોગપતિ બિલ ગેટ્સ અને મિલેન્ડાના ડિવોર્સની ચર્ચા ચારેકોર થઈ રહી છે. તેમના આ નિર્ણયની જાણ થતાં જ કેટલાક લોકો આ કપલ પણ પોતાના સંબંધો સાચવી શક્યું નથ તેવી ટીકા કરવા માંડયા છે. જો કે, કેટલાય ઉદારવાદીઓ તેમના આ નિર્ણયને યોગ્ય પણ ગણાવે છે. આવા લોકોનો તર્ક છે કે, પતિ અને પત્ની તરીકે બિલ ગેટ્સ અને મેલિન્ડાને ફાવતુ ન હોય તો છુટા પડવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. વળી, આ બાબત તેમની વ્યક્તિગત હોવાથી દુનિયાને પણ કોઈ ફરક પડવો જોઈએ નહીં. મનભેદો વધે અને કમને સાથે રહેવું પડે તેનો કોઈ અર્થ રહેતો નથી. આજે પતિ અને પત્ની વચ્ચે ભલે મતભેદો છે કિન્તુ તેમના ૩ દાયકા સુધીના સુખી દામ્પત્ય જીવન વિશે સવાલો ઉઠાવી શકાય નહીં. કારણ કે, તેઓએ ક્યારેય એકબીજાને નીચા દેખાડવાનો પ્રયાસ નથી કર્યો. ત્રણ બાળકોનો સરસ ઉછેર કર્યો છે. આખી દુનિયામાં સેવાનાં કાર્યો કરતી એક સંસ્થા આ કપલે પોતાના નામ પરથી જ બનાવી છે. આ સંસ્થા બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફઉન્ડેશન વિશે બંનેએ કહ્યું કે, આ ફઉન્ડેશન સાથે અમે બંને જોડાયેલાં રહીશું અને કામ કરતાં રહીશું. બિલ અને મેલિંડાએ નિર્ણયની જાહેરાત સાથે જ જાહેર કર્યું કે, અમે અત્યારે જિંદગીના નવા રસ્તાઓની શોધમાં છીએ. ત્યારે અમારી અને અમારા પરિવારની પ્રાઇવસીનું સન્માન જાળવજો.