ગ્લોબલ હંગર ઈન્ડેક્સ:ભૂખ અને કુપોષણ અંગે 107 દેશોના રેન્કિંગમાં ભારત 94મા નંબરે,

October 17, 2020


ગ્લોબલ હંગર ઈન્ડેક્સ:ભૂખ અને કુપોષણ અંગે 107 દેશોના રેન્કિંગમાં ભારત 94મા નંબરે, પાકિસ્તાન પણ આપણાથી સારી સ્થિતિમાં, રાહુલે કહ્યું: સરકાર મિત્રોના ખિસ્સા ભરી રહી છે

107 દેશના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત આ વર્ષે 94માં નંબર સાથે સીરિયસ કેટેગરીમાં છે. વિશ્વભરમાં ભૂખ અને કુપોષણની સ્થિતિ પર નજર રાખનારી વેબસાઈટ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે શુક્રવારે આ અંગે એક અહેવાલ રજૂ કર્યો હતો, જે શનિવારે જાહેર થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે કુપોષણ (Malnutrition)નો સામનો કરવામાં કૂણુ વલણ તથા મોટા રાજ્યોના ખરાબ કાર્યદેખાવ જેવા કારણોને લીધે ભારતનું રેન્કિંગ નીચે રહ્યું છે.

ભારતનો નંબર પાકિસ્તાન, બાંગ્લાદેશથી પણ નીચે
ગ્લોબર હંગર ઈન્ડેક્સ (Hunger Index)માં બાંગ્લાદેશ, પાકિસ્તાન તથા મ્યાનમાર જેવા દેશો પણ સીરિયસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જોકે આ ત્રણેય દેશ ભારતથી ઉપર છે. બાંગ્લાદેશ આ યાદીમાં 75માં, મ્યાનમાર 78માં અને પાકિસ્તાન 88માં નંબર પર છે. નેપાળ 73માં રેન્ક સાથે મોડરેટ હંગર કેટેગરીમાં છે. આ જ કેટેગરીમાં સામેલ શ્રીલંકા 64માં સ્થાન પર છે