વૈશ્વિક મંદી- 7 મહિનાથી કેમ સતત ઘટી રહ્યો છે સોનાનો ભાવ
September 25, 2022

દિલ્હીઃ દિવાળી અગાઉ સોનાની કિંમતો એક નવા સ્તરે સ્થિર થઈ રહી છે. આગામી સમયમાં સોનાની કિંમત ઘટવાની પણ શક્યતા છે. જો કે મલ્ટી કોમોડિટી એક્સચેંજ અને હાજર બજારમાં સોનાની કિંમતોમાં થોડો તફાવત જોવા મળે છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર શુક્રવારે સોનાની કિંમત છ મહિનાના નીચલા સ્તરે આવી ગઈ. શુક્રવારે MCX પર સોનાનો ઓક્ટોબર કોન્ટ્રાક્ટ છ મહિનાના નીચલા સ્તરે આવ્યા બાદ 10 ગ્રામ દીઠ 49,399 રૂપિયાના લેવલે બંધ આવ્યો હતો.
જાણકારોનું માનીએ તો વૈશ્વિક મંદી, મોંઘવારી અને ડોલરની સામે રૂપિયાની નબળાઈને કારણે સોનાની કિંમતોમાં હજુ ઘટાડો નોંધાઈ શકે છે. કેટલાક જાણકારો તો ત્યાં સુધી કહે છે કે દેશમાં સોનું 10 ગ્રામ દીઠ 48 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. ખરીદનારાઓ માટે આ એક મોટી તક હશે, જ્યારે રોકાણકારોએ ધ્યાન રાખવું પડશે. ડોલરની સામે રૂપિયાની પછડાટને કારણે રોકાણકારો સોનાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરોમાં વધારાને કારણે સોનાની કિંમતો પર દબાણ આવી રહ્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીના અંતે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 55 હજાર રૂપિયા હતો. જે અત્યારે 50 હજાર રૂપિયાની આસપાસ છે. એટલે કે સાતેક મહિનામાં સોનાની કિંમતોમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. દિવાળી બાદ શરૂ થનારી લગ્નસરાની સીઝન માટે સોનાની કિંમતોમાં ઘટાડો એક પોઝિટિવ ટ્રેન્ડ છે.
Related Articles
ગૌતમ સિંઘાનિયા સામેના આરોપોની તપાસ કરવા રેમન્ડના બોર્ડને વિનંતી
ગૌતમ સિંઘાનિયા સામેના આરોપોની તપાસ કરવા...
Nov 29, 2023
સ્ટોક માર્કેટ વધારા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 66,063.72 અંક સાથે ખૂલ્યો
સ્ટોક માર્કેટ વધારા સાથે ખૂલ્યું, સેન્સે...
Nov 28, 2023
IPO માટે ધસારોઃ 5 કંપનીઓને 3.67 લાખ કરોડની બિડ
IPO માટે ધસારોઃ 5 કંપનીઓને 3.67 લાખ કરોડ...
Nov 25, 2023
શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 253 પોઈન્ટ વધીને 65,908 પર ખુલ્યો
શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 253 પોઈન્ટ વ...
Nov 21, 2023
રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને પત્ની નવાઝ 32 વર્ષે છૂટાછેડા લેશે
રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને પત્ની...
Nov 21, 2023
અદાણી પાવરનો નેટ પ્રોફ્ટિ 800 ટકા ઊછળી 6594 કરોડ પર રહ્યો
અદાણી પાવરનો નેટ પ્રોફ્ટિ 800 ટકા ઊછળી 6...
Nov 04, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023