ગોલ્ડ ઓલટાઇમ હાઇ, 10 ગ્રામનો ભાવ 60 હજાર

March 20, 2023

સોનું સોમવારે ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 10 ગ્રામ સોનું 1,451 રૂપિયા મોંઘું થઈ 59,671 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સોનું એના ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એનો ભાવ પ્રતિ 10 ગ્રામે 58, 882 રૂપિયા હતો.

IIFL સિક્યોરિટીઝના વાઇસ-પ્રેસિડન્ટ અનુજ ગુપ્તા જણાવે છે, શેરબજારમાં ચાલુ ઉતાર-ચઢાવના કારણે સોનાને સમર્થન મળ્યું છે. એને કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા મુજબ, સોનામાં 2020થી શરૂ થયેલી સુપર સાઇકલ અત્યારે પણ ચાલુ છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ 64,000 સુધી પહોંચી શકે છે.

કેરેટના હિસાબે સોનાનો ભાવ

કેરેટ    ભાવ (રૂપિયા/10 ગ્રામ)
24    59,671
23    59,432
22    54,659
18    44,753

ચાંદી પણ 68 હજારની પાર નીકળી ગઈ. સર્રાફા બજારમાં એ 1477 રૂપિયા મોંઘી થઈ 68,250 રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી છે. અગાઉ 17 માર્ચના રોજ એક કિગ્રા ચાંદીનો ભાવ 66,773 રૂપિયા હતો.

1 એપ્રિલથી માત્ર છ આંકડાવાળું હોલમાર્કિંગ સોનું વેચાશે
નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય છે એવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.

આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે, એટલે કે આના જેવું કંઈક- AZ4524 હશે. આ નંબર દ્વારા એ જાણી શકાશે કે સોનું કેટલા કેરેટનું છે. દેશભરમાં સોના પર ટ્રેડમાર્ક આપવા માટે 940 સેન્ટર બનાવવામાં આવ્યાં છે. હવે ચાર અંકનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે