મિક્સ ટેબલ ટેનિસમાં ભારતને ગોલ્ડ, ત્રણ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

August 02, 2022

ડબલ્સમાં જી. સાથિયાન અને હરમીત દેસાઈએ અપાવી જીત

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં પાંચમો ગોલ્ડ મેડલ આવી ગયો છે. મેન્સ ડબલ્સ ટેબલ ટેનિસ ટીમે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જી. સાથિયાન, હરમીત દેસાઈ અને સરથ કમલ અચંતે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતે ટેબલ ટેનિસની ફાઇનલમાં સિંગાપુરને 3-1થી હરાવી ગોલ્ડ કબજે કર્યો છે. મેન્સ ટીમ ટેબલ ટેનિસની ફાઇનલ મેચમાં ભારતે જીત સાથે શરૂઆત કરી હતી. ભારતના હરમીત દેસાઈ અને જી. સાથિયાને પ્રથમ ગેમ 13-11, બીજી ગેમ 11-7 અને ત્રીજી ગેમ 11-5થી જીતીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. 


ત્યારબાદ સિંગલના મુકાબલામાં ભારતનો શરથ કમલ ઉતર્યો હતો. પરંતુ શરથ કમલે 7-11, 14-12, 3-11 અને 9-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે સિંગાપુરે 1-1ની બરોબરી કરી લીધી હતી.  સિંગલ્સની બીજી ગેમમાં ભારત માટે જી. સાથિયાન ઉતર્યો હતો. તેમે આ મેચમાં શાનદાર જીત મેળવી ભારતની વાપસી કરાવી હતી. સાથિયાને પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 7-11, ત્રીજી ગેમ 11-7 અને ચોથી ગેમમાં 11-4થી જીત મેળવી ભારતને 2-1ની લીડ અપાવી હતી. ત્યારબાદ સુરતના ખેલાડી અને ભારતીય ટેબલ ટેનિસ ટીમના સ્ટાર ખેલાડી હરમીત દેસાઈએ ચોથી મેચમાં 11-8, 11-5, 11-6થી જીત મેળવી હતી.