ગુજરાતીઓ માટે ખુશખબરઃ નવા વર્ષે કોરોનાથી મોતની સંખ્યામાં ઘટાડો

November 17, 2020

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની  સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર આવ્યો એમ લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં નવા 926 પોઝિટિવ કેસ આવ્યા છે ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,89,216એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3808એ પહોંચ્યો છે. જોવા જેવી વાત એ છે કે કેટલાક દિવસથી મોતનો આકંડો 6 જ આવતો હતો. હવે આજે એમાં ઘટાડો થઈને 5 થયો છે. કે જે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. જ્યારે 1040 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.41 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 39,383 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.