ખેલૈયાઓમાં માટે ખુશખબર:ગુજરાતમાં હવે રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે, ગૃહ રાજ્યમંત્રીએ કર્યું ટ્વીટ

September 22, 2022

નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે લાઉડ સ્પીકર મામલે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની વગાડવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી 12 વાગ્યા સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.

જ્યારે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરવામાં આવશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.