મંકીપોક્સની તપાસમાં સારા સમાચાર, નવી RT-PCRથી ઘરે જ થશે ટેસ્ટ

May 28, 2022

વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલ મંકીપોક્સની બીમારી સામાન્ય લોકો અને સરકારોની ચિંતા વધારી રહી છે. જો કે, ભારતમાં હજુ સુધી આ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ સરકારે તેના બચાવ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, એક અગ્રણી ભારતીય કંપનીએ આ રોગના પરીક્ષણ માટે નવી RT-PCR કીટ લોન્ચ કરી છે.

ફાર્માસ્યુટિકલ ઉપકરણ નિર્માતાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે RT-PCR કીટ વિકસાવી છે, જે મંકીપોક્સના રીઅલ-ટાઇમ રિપોર્ટ્સ આપે છે. આ કીટનો ઉપયોગ કરીને એ જાણી શકાશે કે દર્દીમાં ઓર્થોપોક્સ વાયરસ એટલે કે મંકીપોક્સના લક્ષણો છે કે નહીં.

ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સનો એક પણ કેસ મળ્યો નથી. પરંતુ તેનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ રાજ્યોને આ રોગના લક્ષણો શેર કરીને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.