આઝાદીના 75 વર્ષની ઉજવણી કરતા ગુગલે શેર કર્યો વીડિયો, DDLJ ના એક સીને ફેન્સને કર્યા ક્રેઝી

August 08, 2022

નવી મુંબઇ: શાહરુખ ખાને ઇન્ડિયન સિનેમાને ઘણી બધી આઇકોનિક ફિલ્મો આપી છે. દેશ અને વિદેશમાં પણ  કિંગખાનના કરોડો ફેન્સ છે. ફરી એક વાર શાહરુખ ખાનની પોપ્યુલારિટીનુ એક ઉદાહરણ જોવા મળ્યુ છે.ગુગલે ભારતની આઝાદીના 75 વર્ષ સેલિબ્રેટ કરતાં ગુગલ ઇન્ડિયાએ એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં દેશની પોલીટિક્સથી લઇને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણા ઐતિહાસિક અને ખૂબસુરત ક્ષણોની એક મોંટાજ છે. પરંતૂ આ વીડિયોમાં ખાસ મુમેન્ટ પર ખાનના ફેન્સ અટકી જાય છે. 
આ વીડિયોમાં બોલીવૂડસુપરસ્ટાર શાહરુખ ખાનની આઇકોનિક ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં DDLJ નો યાદગાર સીન છે. જે ફિલ્મનો ક્લાસમેક્સ સીન છે.આ સીનમાં શાહરુખ ખાન ટ્રેનના ગેટ પર ઉભા રહીને કાજોલ એટલે કે પોતાની સિમરન તરફ પોતાનો હાથ લંબાવે છે. આ સીન જોઇને તો એક જ ડાયલોગ યાદ આવે, જા સિમરન ...જા..જીલે અપની જિંદગી... 
અમરીશ પુરીના "જા સિમરન ...જા..જીલે અપની જિંદગી..." વાળા સીનને વીડિયોમાં સ્થાન આપ્યુ છે. આ વીડિયો જોઇને કિંગ ખાનને ફેન્સ ક્રેઝી થઇ ગયા છે અને શાહરુખના આ સીન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.     વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરુખ ખાન આ વર્ષે જુલાઇમાં આર માધવનની ફિલ્મ રૉકેટ્રીમાં એક કૈમિયો કરતાં જોવા મળ્યા હતા. આવતા વર્ષે કિંગ ખાન ફિલ્મ પઠાન, ડંકી, જવાનમાં જોવા મળશે, કિંગ ખાનના ફેન્સ આ ફિલ્મોની રાહ જોઇને બેઠાં છે.