બાંગ્લાદેશની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, 13 હજાર ભારતીયોને લઈને સરકાર એલર્ટ
August 06, 2024
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સોમવારે (05 ઓગસ્ટ) કહ્યું કે 'અમે વડાપ્રધાન પદ પરથી શેખ હસીનાનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને પણ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેઓ અનેક મામલામાં દોષિત ઠેરવ્યા બાદ નજરકેદ છે. શહાબુદ્દીને સંસદ ભંગ કરીને વચગાળાની સરકાર બનાવવાની પણ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જે હાલ પૂર્ણ થઈ ગઈ છે.
કેન્દ્ર સકરાકે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જે હાલ પૂર્ણ થઈ ગઈ છે. સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 'ભારત સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે, જે પણ પરિસ્થિતિ હશે, તેની જાણકારી આપવામાં આવશે. બાંગ્લાદેશમાં લગભગ 12થી 13,000 ભારતીયો છે. જો કે પરિસ્થિતિ એટલી ચિંતાજનક નથી કે ભારતીયઓને એરલિફ્ટ કરવાની જરૂર પડે. શેખ હસીના ભારતમાં રહેશે કે અન્ય કોઈ દેશમાં રાજકીય આશ્રય લેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારે હસીના સાથે ટૂંકી ચર્ચા કરી છે.
બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે દિલ્હીમાં હલચલ વધી ગઈ છે. કેન્દ્ર સરકારે પાડોશી દેશની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અંગે માહિતી આપશે. કેન્દ્ર સરકારના મંત્રી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, સપાના વડા અખિલેશ યાદવ સહિત વિરોધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેશે.
Related Articles
બ્રુનેઇ, સિંગાપોર બાદ મોદી અમેરિકાની મુલાકાતે જશે, ક્વૉડ સમિટમાં ભાગ લેશે
બ્રુનેઇ, સિંગાપોર બાદ મોદી અમેરિકાની મુલ...
મહિલાઓ રાત્રે કામ કેમ ન કરી શકે? સુપ્રિમનો સરકારને સવાલ
મહિલાઓ રાત્રે કામ કેમ ન કરી શકે? સુપ્રિમ...
Sep 17, 2024
લિકર પોલિસી કેસ- બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહને પણ જામીન
લિકર પોલિસી કેસ- બિઝનેસમેન અમિત અરોરા અન...
Sep 17, 2024
આતિશી બનશે દિલ્હીની મુખ્યમંત્રી, ભાજપે કહ્યું- દાગ નહીં ધોવાય
આતિશી બનશે દિલ્હીની મુખ્યમંત્રી, ભાજપે ક...
Sep 17, 2024
હિંદુ સમાજ દેશનો કર્તા-ધર્તા, બધું સહન કરવા તૈયાર: મોહન ભાગવત
હિંદુ સમાજ દેશનો કર્તા-ધર્તા, બધું સહન ક...
Sep 16, 2024
દિલ્હી-NCRમાં જામ્યો વરસાદી માહોલ...UPમાં ભારે વરસાદથી 14 લોકોના મોત
દિલ્હી-NCRમાં જામ્યો વરસાદી માહોલ...UPમા...
Sep 16, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 17, 2024