સરકારે કહ્યું- દરેક પ્રાઈવેટ હોસ્પિટલ વેક્સિનેશનમાં સામેલ થઈ શકે છે, વેક્સિનની કોઈ અછત નથી

March 03, 2021

મુંબઈ : કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં સરકારે તમામ પ્રાઈવેટ હોસ્પિટલોનો સમાવેશ કર્યો છે. સોમવારથી શરૂ થયેલા આ તબક્કામાં, પ્રથમ સરકારી યોજનાઓ સાથે જોડાયેલી માત્ર 10,000 પ્રાઈવેટ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશન શરૂ થયાના એક દિવસ બાદ એટલે કે મંગળવારે સરકારે તેનો વ્યાપ વધાર્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વેક્સિનની કોઈ અછત નથી.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂછ્યું છે કે આયુષ્માન ભારત-વડાપ્રધાન જન આરોગ્ય યોજના (AB-PMJAY), કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) અને રાજ્ય આરોગ્ય વીમાં યોજનામાં સામેલ તમામ પ્રાઈવેટ હોસ્પિટલોની ક્ષમતાનો વેક્સિનેશન માટે મહત્તમ ઉપયોગ કરો. જે પ્રાઈવેટ હોસ્પિટલો કે જેઓ આ ત્રણ યોજનાઓમાં સમાવિષ્ટ નથી તેમને પણ વેક્સિનેશન કેન્દ્રો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે, જો કે તેમની પાસે કોરોના વેક્સિનેશન સંબંધિત તમામ સુવિધાઓ સુવિધાઓ હોવી જોઈએ.


કોલ્ડ ચેઇનની પૂરતી વ્યવસ્થા અને વેક્સિન લગાવનાર લોકોનો પૂરતો સ્ટાફ.
વેક્સિન મુકાવનારના નિરીક્ષણ માટેની જગ્યા.

વેક્સિનેશન પછી મેનેજમેન્ટ ઓફ એડવર્સ ઇવેન્ટ્સ (AEFI)ની વ્યવસ્થા.
ભીડને હેન્ડલ કરવા અને લોકોને બેસવાની વ્યવસ્થા.
પાણી અને સિગ્નેજ (સાઈનેઝ) માટેની વ્યવસ્થા.
કેન્દ્રએ કહ્યું- વેક્સિન સ્ટોક કરવાની જરૂર નથી.
કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે કોરોના વેક્સિનનો સ્ટોક ન કરે અને વેક્સિનેશન કેન્દ્રોને સંપૂર્ણ પુરવઠો પૂરો પાડવા જણાવ્યું છે, કેમ કે કેન્દ્ર પાસે વેક્સિનની કોઈ અછત નથી. તેથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જેટલી જરૂર પડે તેટલી વેક્સિન ઉપલબ્ધ કરાવાશે.