4 લોકોના કારણે ગોવિંદાની કારકિર્દી ખરાબ થઈ, પત્ની સુનીતાનો ધડાકો, કહ્યું - ચાપલૂસી પસંદ નથી
June 09, 2025

ગોવિંદા 90ના દાયકાના સુપરસ્ટાર એક્ટર્સમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર સ્ક્રીન પર એ ધમાલ નથી મચાવી શક્યો. વર્ષ 2019માં રંગીલા રાજા બાદથી તેની કોઈ ફિલ્મ પણ રિલીઝ નથી થઈ. હવે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ પતિના ફીકા પડેલા સ્ટારડમ પર વાત કરી છે.
એક ઈન્ટરવ્યુમાં સુનીતાએ કહ્યું કે, 'ગોવિંદા ખોટા લોકોથી ઘેરાયેલા છે.' સુનીતાને પૂછવામાં આવ્યું કે, ગોવિંદા 17 વર્ષથી કેમ નથી દેખાતા? તેના પર સુનીતાએ કહ્યું કે, 'તેમનું સર્કલ જ ખોટું છે. આ જ સૌથી મોટી સમસ્યા છે. આજે મારી તેમની સાથે આ જ વાત પર લડાઈ થાય છે, કારણ કે, હું ખોટું નથી બોલી શકતી અને મને ચાપલૂસી કરવી પસંદ નથી.'
સુનીતાએ નામ લીધા વિના ગોવિંદાની ટીમના લોકો પર આરોપ લગાવ્યા. સુનીતાનું કહેવું છે કે, તેમની પાસે 4 લોકો છે, જેમાં રાઈટર, મ્યૂઝિશિયન, સેક્રેટરી અને વકીલ સામેલ છે. આ લોકો ગોવિંદાને વિકસિત કરવામાં મદદ કરવાના બદલે તેને જૂની યાદોમાં ફસાવી રાખવામાં વધુ રસ ધરાવે છે.
આ લોકો કોઈ કામના નથી. તેઓ માત્ર 'વાહ, વાહ!' કહે છે. જો ગોવિંદા સંગીત બનાવે છે, તો તેઓ કહે છે 'વાહ, વાહ... કમાલ કર દિયા'. આ લોકોએ ગોવિંદાને સાચું કહેવું જોઈએ. જ્યારે હું તેને સાચું કહું છું, ત્યારે તે નારાજ થઈ જાય છે. ગોવિંદા હજુ પણ એ જ જૂના ફોર્મ્યુલાને ફોલો કરે છે,
Related Articles
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-થ્રી અટકી
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-...
Sep 09, 2025
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્રવાલની સ્પષ્ટતા, કહ્યું- હું સુરક્ષિત છું
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્...
Sep 09, 2025
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા-થ્રી બનાવવાની જાહેરાત
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા...
Sep 08, 2025
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં ફસાઈ, ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદે રીતે ખરીદવાનો આરોપ
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં...
Sep 03, 2025
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ...
Sep 03, 2025
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી નાખ્યું
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી...
Sep 02, 2025
Trending NEWS

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025