રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર: ગુજરાતમાં દિવાળી જેવો માહોલ
August 05, 2020

અમદાવાદ : રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર છે. ગુજરાતમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના દુલ્હનની જેમ સજાવાયુ છે તો વડોદરામાં લાડુનો પ્રસાદ વહેંચી ખુશીઓ મનાવાઈ રહી છે.
આજે રામમંદિરના ભૂમિપૂજનના પાવન અવસરે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અવધમાં જ નહીં દેશભરમાં દિવાળી જેવા માહોલ છે. ત્યારે વડોદરા કરડ બજારના વેપારીઓએ પણ અવસરની ઉજવણી કરી રહ્યાં છે. વેપારીઓ 1100 લાડુનું વિતરણ કરીને ઉત્સવ મનાવશે.
લોકોનું લાડુ ખવડાવી મોં મીઠુ કરીને મંદિર નિર્માણની ખુશીને આ રીતે વ્યક્ત કરશે.અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના સાધુ સંતો અયોધ્યા પહોંચ્યા છે.
રામ જન્મભૂમિ કાર્યક્રમના ભવ્ય કાર્યક્રમમાં આ સંતો હાજર થયા છે. જેમાં અવિચલ દાસજી, પરમાત્માનંદજી, કૃષ્ણમનીજી મહારાજ અયોધ્યા પહોચ્યા છે તેમજ શંભુપ્રસાદ ટુંડીયા, મહંત સ્વામીજી મહારાજ પહોચ્યા અયોધ્યા છે અને આ ઉપરાંત જોઇએ તો માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી પણ અયોધ્યા પહોંચ્યા છે. ગુજરાતના આ સંતો સરયૂ નદીના દિપોત્સવમાં સહભાગી થયા છે.
મહેસાણા જિલ્લાનું ભાજપ કાર્યાલય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રામમંદિર નિર્માણના ભૂમિ પૂજનને લઈ રોશની શણગારવામાં આવી છે. ભાજપનો ઉદય મહેસાણાથી શરૂ થયો હતો.
દેશમાં પ્રથમ 2 બેઠકોમાં મહેસાણા લોકસભા બેઠક ભાજપ જીત્યું હતું. રામ મંદિરની કાર સેવામાં પણ મહેસાણા જિલ્લાનો ફાળો વિશેષ છે. આથી આ ભાજપ કાર્યાલયે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રામમંદિરના નિર્માણની ખુશીમાં આ રોશની કરવામાં આવી છે.
Related Articles
કિમ નજીક 15ને મોતને ઘાટ ઉતારનાર ડમ્પરના ડ્રાઇવર-કંડક્ટર દારૂ અને ગાંજાના નશામાં હોવાની પોલીસને શંકા, ડ્રાઇવર-કંડક્ટરના રિપોર્ટની રાહ
કિમ નજીક 15ને મોતને ઘાટ ઉતારનાર ડમ્પરના...
Jan 19, 2021
સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15નાં મોત, CM દ્વારા મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની જાહેરાત
સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવી...
Jan 19, 2021
યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગિવર બન્યા : રૂપાણી
યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગિવર બન્યા :...
Jan 19, 2021
અમદાવાદ-બરોડા હાઈવે પર ૩૦-૩૫ વાહન સાથે ટકરાયા
અમદાવાદ-બરોડા હાઈવે પર ૩૦-૩૫ વાહન સાથે ટ...
Jan 19, 2021
કેશોદની વણપરિયા સ્કૂલમાં ૧૧ છાત્રા કોરોના પોઝિટિવ
કેશોદની વણપરિયા સ્કૂલમાં ૧૧ છાત્રા કોરોન...
Jan 19, 2021
ગઢડા- બે સગા ભાઈએ ઈંટોના સળગતા ભઠ્ઠા પર સૂઇ મોતની સોડ તાણી
ગઢડા- બે સગા ભાઈએ ઈંટોના સળગતા ભઠ્ઠા પર...
Jan 18, 2021
Trending NEWS

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021