8 વર્ષ જૂના વાહનો પર લાગશે ગ્રીન ટેક્સ, પરિવહન મંત્રાલયે પ્રસ્તાવને આપી મંજૂરી
January 25, 2021

દિલ્હીઃ પરિવહન (Transport) સાથે જોડાયેલા આ વર્ષથી જૂના બધા વાહનોએ ગ્રીન ટેક્સ આપવો પડશે. આ રોડ ટેક્સ (Road Tax) ના 10-25 ટકા ગોઈ શકે છે. પરિયાવરણ સુરક્ષા માટે ઘમા મહત્વના ફેરફારો હેઠળ કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય (Union Ministry of Road Transport and Highways) એ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવને સૂચિત કર્યા પહેલા આ મામલામાં રાજ્યો પાસે સલાહ લેવામાં આવશે. પ્રસ્તાવને રાજ્યો પાસે મોકલવામાં આવી રહ્યો છે. પર્યાવરણની સુરક્ષાને લઈને મંત્રાલયનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ હેઠળ 15 વર્ષથી વધુ જૂના તમામ સરકારી વાહનોની નોંધણી એક એપ્રિલ, 2022થી રદ્દ કરવામાં આવશે અને તે ભંગાર જાહેર થઈ જશે. જલદી તેનું નોટિફિકેશન જારી કરવામાં આવશે.
પ્રસ્તાવ પ્રમાણે પરિવહન સાથે જોડાયેલા આઠ વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટને રિન્યૂ કરાવવા દરમિયાન ગ્રીન ટેક્સ (Green Tax) આપવો પડશે. તો 15 વર્ષ જૂના ખાનગી વાહનોના નોંધણી સર્ટિફિકેટના રિન્યુઅલ પર પણ ગ્રીન ટેક્સ લાગશે. પરંતુ સિટી બસ જેવા જાહેર વાહનો પર ઓછો ગ્રીન ટેક્સ આપવો પડશે. ખુબ વધુ પ્રદુષિત શહેરમાં ગાડીઓની સંખ્યા ઓછી કરવા માટે ત્યાં વાહનોની નોંધણી પર રોડ ટેક્સના 50 ટકા સુધી ગ્રીન ટેક્સ આપવો પડી શકે છે. પરંતુ કૃષિ કાય્રમાં ઉપયોગ થનારા ટ્રેક્ટર તથા અન્ય વાહનોને ગ્રીન ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Republic Day 2021: કોરોના વેક્સિન વિકસિત કરી વૈજ્ઞાનિકોએ માનવતા માટે રચ્યો ઈતિહાસ
મંત્રાલય પ્રમાણે ગ્રીન ટેક્સથી થતી આવકને અલગ ખાતામાં રાખવામાં આવશે અને તેનો ઉપયોગ પ્રદુષણ પર કાબુ કરવા માટે કરવામાં આવશે. મંત્રાલય પ્રમાણે ગ્રીન ટેક્સ લાગવાથી અન્ય ફાયદા થશે. લોકો પ્રદુષણ ફેલાવનાર વાહનોનો ઉપયોગ ઓછો કરશે. ગ્રીન ટેક્સને કારણે લોકો નવા અને ઓછા પ્રદુષણ વાળા વાહન અપનાવશે.
અનુમાન પ્રમાણે વાહનોથી થતા પ્રદુષણમાં 65-70 ટકા ભાગીદારી કોમર્શિયલ વાહનોની હોય છે. કુલ વાહનોમાં કોમર્શિયલ વાહનોની સંખ્યા આશરે પાંચ ટકા છે. મંત્રાલયના અનુમાન પ્રમાણે વાહનોથી થનારા પ્રદુષણમાં વર્ષ 2000 પહેલા નિર્મિત વાહન 15 ટકાનું યોગદાન ધરાવે છે. પરંતુ કુલ વાહનોમાં તેની સંખ્યા એક ટકા કરતા પણ ઓછી છે.
Related Articles
ફરિદાબાદમાં ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક કચરો નિકળ્યો, પ્રેગનન્ટ ગાય અને વાંછરડાનું થયું મોત
ફરિદાબાદમાં ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લા...
Mar 05, 2021
રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ટ્રસ્ટે ખરીદી જમીન
રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકર...
Mar 04, 2021
કોરોના દેશમાં:24 કલાકમાં 18 રાજ્યોમાં સાજા થનાર કરતા નવા દર્દીઓની સંખ્યા વધારે, આજે કેજરીવાલે પણ લીધી વેક્સિન
કોરોના દેશમાં:24 કલાકમાં 18 રાજ્યોમાં સા...
Mar 04, 2021
પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી બોમ્બ મૂકવાની ધમકી આપનારની ઓળખ કરાઈ
પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી...
Mar 04, 2021
ચૂંટણી પંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં PMની ફોટોવાળા હોર્ડિંગ હટાવવાનું કહ્યું; વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીની ફોટો પર TMCને વાંધો
ચૂંટણી પંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં...
Mar 04, 2021
RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલને સમજતા વાર લાગશે, ભાજપનો પલટવાર
RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલન...
Mar 03, 2021
Trending NEWS

04 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021