કરિયાણાના ભાવમાં વધારો સંભવ

July 16, 2022

  • ઉત્પાદન ખર્ચમાં વધારો તેમજ ઉર્જાના દરમાં ફેરફારને કારણે પડતર કિંમતને સીધી અસર

ઓન્ટેરિયો: કેનેડિયન ફૂડ સપ્લાયર્સે ફરી એકવાર કરિયાણાના રિટેલર્સને ચીમકી આપી છે અને તેમને આગામી ભાવવધારાની જાણ કરી છે. જેણે પહેલાથી જ ખાદ્યપદાર્થોના ખર્ચમાં લગભગ બે આંકડાનો વધારો જોયો છે, એ દુકાનોને આ ભાવવધારો એક વર્ષમાં અસર કરશે. કેટલાક કિસ્સાઓમાં, કેનેડિયન ડેરી કમિશન દ્વારા આ વર્ષે દૂધના ભાવમાં બીજા વધારાની મંજૂરી મળતા દૂધના ભાવ વધ્યા છે. ફાર્મ ગેટ દૂધના ભાવમાં 1લી સપ્ટેમ્બરથી લગભગ બે સેન્ટ પ્રતિ લીટર અથવા 2.5 ટકાનો વધારો થવાની શક્યતા છે. તેમ છતાં ડેરી-પ્રોસેસિંગ કંપનીઓ તેમના પોતાના ભાવ વધારાથી પડકારોનો સામનો કરી રહી છે, એમાં આ નવા ભાવવધારાનું જોખમ તોળાઈ રહ્યું છે.
ઉદાહરણ તરીકે, લેક્ટાલિસ કેનેડાએ ગ્રાહકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તેણે આ સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય બજારના સરેરાશ પાંચ ટકાના વધારાને અમલમાં મૂકવો જોઈએ, તે દર જે સીડીસીના ભાવ વધારાને ધ્યાનમાં લે છે, તેમજ કંપનીના નોંધપાત્ર ફુગાવાના ખર્ચનો પણ સામનો કરી રહી છે. અરલા ફૂડ્સ કેનેડાએ સમાન નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે, આ સપ્ટેમ્બરમાં આવતા તેનાં ઉત્પાદનોના ભાવમાં વધારો દૂધના ઘટકોના ઊંચા ખર્ચ અને નૂર અને પેકેજિંગ પર ફુગાવાની અસર દર્શાવશે. સપુટો ડેરી પ્રોડક્ટ્સ કેનેડાએ પણ જણાવ્યું હતું કે, તે શ્રેણીના આધારે પાંચ ટકાની રેન્જમાં ભાવ વધારો લાગુ કરશે.