ઉંમર વધતા શરીરમાં પણ બદલાવ આવ્યો - પ્રિયંકા ચોપરા

May 15, 2021

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તેનું શરીર હવે પહેલાં જેવું રહ્યું નથી. તેણીએ આ વાતનો સ્વીકાર કર્યો છે. જોકે એ વાત માની કે જે રીતે તેની બોડીને જજ કરવામાં આવે છે, તેને લઇને ચિંતા થાય છે. પ્રિયંકાનું કહેવું છે કે મારું શરીર જવું છે તેવી રીતે જ સ્વીકાર કરવાનું શીખવું પડશે. પ્રિયંકા ચોપરા 2000માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતી હતી. હવે તે ૩૮ વર્ષની છે. એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું કે, હું ખોટું નહીં બોલું પરંતુ તેને લઇને મને કોઇ ફર્ક પડતો નથી. ઉંમર વધવાને કારણે મારા શરીરમાં બદલાવ આવ્યો છે, જેમ કે દરેકના શરીર સાથે આવું જ થાય છે. આને મારે માનસિક રીતે સ્વીકાર કરવું પડશે તે ઠીક છે. ચાલો મારું શરીર જેમ છે તેમ આમ જ છે. ઠીક છે કે હું મારા શરીરની સાથે છું કે 10 કે 20 વર્ષના શરીરની સાથે છું. પ્રિયંકા આગળ જણાવે છે કે, મને લાગે છે આ ખૂબ જરુરી છે કે તમારી અંદર આત્મવિશ્વાસ હોય અને તમે તેને કેવી રીતે જુઓ છે. હું હંમેશા વિચારું છું કે હું શું કરી શકું છું? મારો ઉદ્દેશ્ય શું છે? આજે મને જે મળ્યું છે તેને ઠીક રીતે મેળવી રહી છું.