GST વળતર : ગુજરાત સહિત ૧૨ રાજ્યોએ રૂ. ૯૭,૦૦૦ કરોડનાં ઋણનો વિકલ્પ સ્વીકાર્યો

September 15, 2020

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જીએસટી પેટે રાજ્યોને લેવાનાં બાકી નીકળતા રૂ. ૨.૩૫ લાખ કરોડની રકમ આપવા હાથ અધ્ધર કરી દીધા હતા. કેન્દ્રએ હાલ વળતરની રકમ આપવા સક્ષમ ન હોવાનું જણાવ્યા પછી RBI પાસેથી સ્પેશિયલ વિન્ડો મારફતે દેવાં સ્વરૂપે પૈસા ઊભા કરવા અથવા તો બજારમાંથી દેવાં સાધનો દ્વારા પૈસા મેળવવા રાજ્યોને બે વિકલ્પ આપ્યા હતા. આ પછી ભાજપ શાસિત ૯ રાજ્યો તેમજ અન્ય ૩ રાજ્યોએ RBIની સ્પેશિયલ વિન્ડો દ્વારા દેવા પેટે રૂ. ૯૭,૦૦૦ કરોડ ઊભા કરવાનું નક્કી કર્યું છે. જે રાજ્યોએ RBI પાસેથી ઋણ પેટે પૈસા મેળવવાનું નક્કી કર્યું છે તેમાં બિહાર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ તેમજ ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. નોન ભાજપ શાસિત રાજ્યો ઓડિશા, આંધ્રપ્રદેશ અને સિક્કિમે પણ ઇમ્ૈં પાસેથી ઋણ લેવાનું નક્કી કર્યું છે. એકમાત્ર મણિપુર એવું રાજ્ય છે કે જેણે GST વળતરની ઘટ પૂરવા તમામ રકમ બજારમાંથી દેવાં સ્વરૂપે પૈસા એકઠા કરવાનો વિકલ્પ અપનાવ્યો છે.