ગુજરાત : 4 જિલ્લામાં શૂન્ય તેમજ 3 શહેર અને 15 જિલ્લામાં 10થી ઓછા કેસ, 95 દિવસ બાદ 555થી ઓછા 544 કેસ, 11ના મોત

June 10, 2021

મુંબઈ : કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે એકેય જિલ્લા કે શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા નથી. તો ડાંગ સહિત 4 જિલ્લામાં શૂન્ય કેસ રહ્યા છે અને ગાંધીનગર સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 15 જિલ્લામાં 10થી ઓછા કેસ નોંધાયા છે. આમ કુલ મળીને રાજ્યમાં 544 નવા કેસ નોંધાયા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 97.23 ટકા થયો છે. જ્યારે 1 હજાર 505 દર્દી સાજા થયા છે. તો 11 દર્દીના મોત થયા છે.

12 હજાર 711 એક્ટિવ કેસ અને 316 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 895ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 976 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 96 હજાર 208 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12 હજાર 711 એક્ટિવ કેસ છે, જેમાંથી 316 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે હજાર 12 હજાર 395 દર્દીની હાલત સ્થિર છે.