ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપને ફળશે: જ્યોતિષવાણી

November 22, 2022

વિધાનસભાની ચૂંટણીનું મતદાન તા.1 લી અને તા.5 મીના રોજ થનાર છે. જે પૈકી તા.1 લી ડિસેમ્બરના રોજ નંદાતિથી-કૃષ્ણપક્ષ અષ્ટમી છે. જ્યારે, તા.5 મી ડિસેમ્બરના રોજ દ્વાદશી તિથીનો શુભયોગ હોઇ ભાજપને સરેરાશ 50 ટકા કરતા વધુ વોટશેર મળશે.

જ્યોતિષાચાર્ય એ.કે.મિશ્રાના જણાવ્યા મુજબ તા.1લી ડિસેમ્બરના રોજ ગુરુવારે(માગસર સુદ આઠમ) દુર્ગાષ્ટમીએ નંદાતિથી-કૃષ્ણપક્ષ અષ્ટમીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કામાં તિથી, વાર, યોગ ભાજપને ફાયદો કરાવશે. પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપને 46થી 48 ટકા વોટશેર મળશે. કોંગ્રેસને 34થી 36 ટકા, જ્યારે બાકીનો વોટશેર અપક્ષ-અન્યને મળશે.

જ્યારે, તા.5મી ડિસેમ્બરના રોજ સોમવારે (માગસરસુદ-13)ના રોજ દ્વાદશી તિથીનો શુભયોગ, વિલાસિતા યોગ-પ્રેમનું પ્રતિક ગણાતું હોઇ બીજા તબક્કાના મતદાનમાં ભાજપને 50થી 52 ટકા વોટશેર મળશે. કોંગ્રેસને 30થી 32 તેમજ અન્યને 12થી 14 ટકા વોટશેર મળવાની સંભાવના છે.