ગુજરાત: રાજ્યસભાની ખાલી થયેલી બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા

February 23, 2021

અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના નજીકના ગણવામાં આવતા અહેમદ પટેલનું ગત વર્ષે 25 નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેમના નિધન પછીથી રાજયસભાની સીટ ખાલી પડી હતી. તેઓ 2017ની ચૂંટણીમાં રાજ્યસભા માટે પસંદગી પામ્યા હતાં. તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2023 સુધીનો હતો. તેઓ પાંચ વાર રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતાં. જ્યારે ભાજપના અભય ભારદ્વાજનું નિધન એક ડિસેમ્બરના રોજ થયું હતું. હવે આ બન્ને સીટ બિનહરિફ જાહેર થતાં ભાજપના ખાતામાં આવી છે. રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા મારુતિ કુરિયર્સના સંસ્થાપક સીએમડી છે અને રાજકોટમાં ભાજપના જૂના કાર્યકર્તા છે. રામભાઈ 1974થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય હતાં અને પછી 19778માં જનસંઘમાં આવ્યા હતાં. ત્યારથી જ એ ભાજપની સાથે છે. રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે. જેમાંથી સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટી પાસે છે. જ્યારે બાકીની 4 બેઠક કોંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર, રમીલા બારા અને હવે રામ મોકરિયા તેમજ દિનેશ પ્રજાપતિ સાંસદ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક અને નારણસિંહ રાઠવા સાંસદ છે.