ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

March 03, 2021

અમદાવાદ : નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ અને લૉકડાઉનને કારણે સરકારની આવકમાં માતબર ઘટાડો થવાને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ મને સહયોગ આપ્યો છે. પીએમ મોદીએ રસી લઈને દેશવાલીઓને પ્રેરણા આપી છે.

આ વખતનું બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને રજૂ થવાનું છે. ગુજરાતમાં પ્રજાનો સવાંગી વિકાસ થાય, તેમના વિસ્તારોનો પણ વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર હકીકતમાં ચરિતાર્થ થાય એ પ્રમાણેનું બજેટ બહાર પાડવામાં આવશે.

વિધાનસભા બજેટ  

* સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ

* નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું

* આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ

* આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

* મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ

* ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે

* શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈ

મને વિશ્વાસ છે કે આ બજેટમાં જે રકમ હું જાહેર કરીશ એ રકમથી ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રજાને ખૂબ મોટો લાભ થશે. ગઈકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જનતાએ જે અમારા પક્ષને જબરદસ્ત સમર્થન આપ્યું છે, ત્યારે હવે અમારી જવાબદારી છે કે પ્રજા માટે વધુ સારી રીતે કામ કરી વધુમાં વધુ લાભ મળે એનું ધ્યાન રાખીશું. નોંધનીય છે કે ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે.