ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો થતા ખળભળાટ

October 08, 2022

નવસારી: ગુજરાત કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા સમયે આ ઘટના બની છે.


ખેરગામમાં કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતો ખળભળાટ મચ્યો છે. ખેરગામની બજારમાં અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. બહેજમાં ગરબામાં ગવાયેલા ગીતને લઈને હુમલો થયો હોવાની શંકા સેવવામાં આવી છે. બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગવાયો હતો. ગરબાનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો હતો. વિવાદ બાદ વીડિયો વાયરલ કરનારે પણ માફી માગી હતી. 


ખેરગામમાં કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલામાં તેમની આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. બીજી બાજુ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર પર હુમલાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. અનંત પટેલના સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે.