ગુજરાતમાં 9 મહિનામાં આજે સૌથી વધુ કેસ, ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ

November 21, 2020

 
 

ગુજરાતમાં ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે સાથે  અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છેકોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છેઆજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1515 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1515 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917 પહોંચી છેજ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846 પહોંચ્યો છેજ્યારે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છેગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર  છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છેત્યાં  આજે રાજ્યમાં 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, બનાસકાંઠા 55, ગાંધીનગર કોર્પોરેશન 53, મહેસાણા 53, પાટણ 51, સુરત 51, રાજકોટ 48, વડોદરા 39, ગાંધીનગર 36, કચ્છ 30, અમરેલી 24, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, ખેડા 20, અમદાવાદ 19, મહીસાગર 19, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 15, ભાવનગર કોર્પોરેશન 14, દાહોદ 14, મોરબી 14, અરવલ્લી 12, જુનાગઢ કોર્પોરેશન 12, નર્મદા 12, ગીર સોમનાથ 10, આણંદ 8, જુનાગઢ 8, ભરૂચ 6, છોટા ઉદેપુર 6, તાપી 6, ભાવનગર 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છેઆજે રાજ્યમાં 9 દર્દીના મોત નિપજ્યા છેઆજે અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતોઆમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છેગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846 પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,78,786 નાગરીકો સાજા થઈ ગયા છે. 3837ના અવસાન થયા છેજ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,285 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 95 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,190 સ્ટેબલ છે