રાજસ્થાનનો મુદ્દો ભૂલવવા ગુજરાતમાં બાળ મૃત્યુના મુદ્દાને ઉછાળાયો : નિતિન પટેલ

January 06, 2020

રાજેસ્થાનની કોટાની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતનો મુદ્દો દેશભરમાં ગાજ્યો છે ત્યારે અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ય છેલ્લા એક મહિનામાં 219 ભૂલકાઓના મોત નિપજ્યાં છે.  આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આક્ષેપ કર્યો છેકે,

રાજેસ્થાનનો મુદ્દા પર ધ્યાન હટાવવા ગુજરાતમાં બાળ મૃત્યુનો ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો કે, મહારાષ્ટ્ર અને રાજસૃથાનમાંથી કેમ દર્દીઓ સારવાર માટે ગુજરાત આવી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ જવાબ આપે. મહત્વની વાત એછેકે,અન્ય રાજ્યમાંથી આવતાં દર્દીઓના થતાં મૃત્યુને કારણે પણ મૃત્યુઆંક ઉંચો રહ્યો છે. જોકે, આ માનવતાનો પ્રશ્ન છે એટલે ગુજરાત સરકાર કોઇ નાત-જાત,સમાજના ભેદભાવ વિના દર્દીઓની સારવાર કરે છે.