ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસોગાનો ડોરસેટ કેમ્પ યોજાયો

October 04, 2021

મિસીસાગા: ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા ડોરસેટ કેમ્પનું આયોજન કરાયું હતુ. કેમ્પને સફળ બનાવવા આયોજક શ્રીકાન્તભાઈ, ભારતી ગાંધી, મુકેશભાઈ, ભારતી ગજરીયા, વિરેન્દ્ર ભાઈ, સુધાબેન ભટ્ટ, જગદીશભાઈ, નીલાબેન શાહ, સુભાષ ભાઈ, પુષ્પાબેન પટેલ તથા કનુકાકાને અને સવિતા કાકી સક્રિય રહ્યા હતા. ૬ સપ્ટેમ્બરે વાતાવરણમાં ઉઘાડ નીકળતા સભ્યોનો આનંદ બેવડાયો હતો.
તમામ સભ્યો કોવિંડના નિયમોને અનુસરીને બસમાં સવાર થયા બાદ યાત્રા શરૂ થઈ હતી. જે બાદ Tim Hortonમાં સ્ટોપેજ થતાં ચા કોફી સાથે ભારતીબેન ગાંધી તથા મંજુબેન લાડવાએ બનાવેલી ફરસી પુરીનો સ્વાદ સૌએ માણ્યો હતો. ત્યારબાદ બસ ગંતવ્ય સ્થાને પહોંચી અને તે પછી હોલમાં સૌ ભેગા થયા હતા. 
ત્યારબાદ મિત્રોએ બનાવેલા થેપલા તથા વટાણા બટેટાનું શાક કે જે ભારતીબેન ગજરીયા, પ્રફુલ્લાબેન દેસાઈ, અને સુધાબેન ભટ્ટે બનાવ્યું હતું. તેનો જમણવાર થયો હતો. બપોર બાદ સૌ તળાવ તરફ ફરવા ગયા.  આ દરમિયાન સૌએ જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. જે બાદ scavenger  hunt રમત ભારતીબેન ગજરીયા અને હર્ષાબેન મહેતાએ બધાને રમાડી હતી. સભ્યોને word search  Books અને પેન ભેટ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ખાવાની સાધન સામગ્રી તથા રોકડા donationનો પણ સારો સહકાર મળ્યો હતો.