ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું

March 16, 2023

વુમન્સ પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે દિલ્હી કેપિટલ્સ 18.4 ઓવરમાં 136 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે પહેલા 51* રન ફટકાર્યા હતા. સાથે જ 2 વિકેટ લીધી અને એક કેચ પણ કર્યો હતો. તેની સાથે તનુજા કંવર અને કીમ ગાર્થે પણ 2-2 વિકેટ લીધી હતી. તો સ્નેહ રાણા અને હરલીન દેઓલને 1-1 વિકેટ મળી હતી. દિલ્હી તરફથી મેરિયન કેપે 36 રન બનાવ્યા હતા. તો છેલ્લે અરુંધતી રેડ્ડીએ જિતાડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પણ તે 25 રને આઉટ થઈ ગઈ હતી. આમ આ જીત સાથે જ ગુજરાતની પ્લેઑફમાં પહોંચાવાની આશા હજુ જીવંત છે.