કચ્છમાં મોરનાં શિકાર બાદ પકડાયું ગુજરાતનું સૌથી મોટું ગન કૌભાંડ

June 21, 2020

કચ્છ LCBએ મોરના શિકાર સાથે ઝડપેલાં આરોપીની તપાસ અમદાવાદ સુધી પહોચી અને એક મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. ગન હાઉસના માલિકો દ્વારા ગુનેગારોને ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરવાના કૌંભાડનો પર્દાફાશ થયો. 80 લાખના હથિયાર અને 9 આરોપીની ધરપકડ બાદ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે તે જોવુ રહ્યુ છે.


મોરનો શિકાર કરનાર 2 આરોપીની હથિયાર સાથે કચ્છ એલસીબીએ ધરપકડ કરી હતી. ત્યાંથી તપાસની શરૂઆત કરતાં રાજ્યના અલગ-અલગ 5 જિલ્લામાં હથિયારો વેંચાયા હોવાનુ સામે આવ્યુ છે. હથિયારોની તસ્કરીના માસ્ટર માઈન્ડ તરૂણ ગુપ્તા છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી હથિયારોની હેરાફેરી કરતો હતો. જેમાં તેણે 70થી વધુ હથિયારો વેંચ્યા છે. પરંતુ પોલીસે એક દિવસની તપાસમાં 54 હથિયારો કબ્જે કર્યા છે.
તરૂણ ગુપ્તા કચ્છ પોલીસના રિમાન્ડ પર છે. અને ગુજરાત એટીએસના ગુનામાં વોન્ટેડ છે. મહત્વનું છે કે પોલીસે જે હથિયાર કબ્જે કર્યા છે તેમાં 15 ઈમ્પોર્ટેડ છે. 39 ઈન્ડીયન ઓર્ડીનન્સ ફેક્ટરીની બનાવટ છે. ત્યારે ગુનામાં કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમ કે તરૂણ હથિયાર કેવી રીતે મેળવતો, બનાવટી લાયસન્સ કેવી રીતે મેળવતો, તરૂણ હથિયાર ક્યાંથી લાવતો, ફોરેન મેડ વેપન કેવી રીતે મેળવતો, કયા લાસન્સ પર તરૂણ હથિયાર મેળવતો અને કેવી રીતે વેચતો છે. આ તમામ સવાલો પોલીસ તપાસમાં ઉભા થયા છે. ઉપરાંત હથિયારનો રેકોર્ડ કેવી રીતે તૈયાર કરતો હતો. જેની તપાસમાં એટીએસ જોતરાઈ છે.
હથિયારના ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીના ગુનાઈત ઇતિહાસની પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં મુસ્તાક અગાઉ હત્યાના પ્રયાસ

આર્મસ એક્ટના ગુનામાં સંડોવાયેલ છે. તો ગુનાનો માસ્ટર માઈન્ડ તરૂણ ગુપ્તા સ્ટાટર ગનના કૌંભાડમાં પણ ઝડપાઈ ચુક્યો છે. ત્યારે કોની રહેમ નજર હેઠળ તેનુ લાયસન્સ રદ્દ થયુ ન હતું તેની પણ ખાનગી રાહે તપાસ થઈ રહી છે. જો કે તરૂણ એટીએસની કસ્ટડીમા આવ્યા બાદ તમામ સવાલો પરથી પડદો ઉચકાશે.