નાઈજીરિયાની મસ્જિદમાં બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર, 12નાં મોત

December 06, 2022

નાઇજીરીયામાં બંદૂકધારીઓએ શનિવારે રાત્રે એક ઇમામ સહિત 12થી વધુ લોકોની હત્યા કરી હતી અને મસ્જિદમાંથી અન્ય ઘણા લોકોનું અપહરણ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ રવિવારે દેશના ઉત્તરમાં સશસ્ત્ર ગેંગ દ્વારા થયેલા હુમલાની જાણ કરી હતી.

બંદુકધારીઓએ મસ્જિદમાં ઘૂસીને લોકોનું અપહરણ કર્યું હતું જ્યારે તેઓ માગમજી સમુદાયમાં તેમની મસ્જિદની અંદર સાંજની નમાજ અદા કરી રહ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ પ્રાર્થનાનું નેતૃત્વ કરી રહેલા મુખ્ય ઈમામ અને અન્ય એક વ્યક્તિને ગોળી મારીને ઘાયલ કર્યા હતા અને અન્ય લોકોને લઈ ગયા હતા.

બંદૂકધારીઓની આ ટોળકી સમુદાયો પર હુમલો કરે છે, લોકોની હત્યા કરે છે અથવા ખંડણી માટે તેમનું અપહરણ કરે છે. આ ટોળકી એવી પણ માંગ કરે છે કે ગ્રામવાસીઓ તેમને ખેતી કરવા અને તેમના પાકની લણણી કરવા માટે પ્રોટેક્શન ફી ચૂકવે.