મુબઇ હુમલાનાં માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને ટેરર ફંડિંગ કેસમાં 11 વર્ષની સજા

February 13, 2020

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની અદાલતે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનાં પ્રમુખ હાફીઝ સઇદને ટેરર ફંડીગ કેસમાં દોષિત ઠરાવ્યો છે, પાકિસ્તાનની આતંક વિરોધી અદાલત(ATC)એ બે અલગ-અલગ કેસમાં હાફિઝ સઇદને 11 વર્ષની સજા ફટકારી છે.

લાહોરની આતંક વિરોધી અદાલત ન્યાયાધિશ અરશદ હુસેન ભટ્ટાએ જમાત ઉદ દાવાનાં પ્રમુખ હાફિઝ સઇદનાં આતંકી સંગઠનની ગતિવિધીઓ માટે નાણા પહોંચાડવાનાં બે કેસમાં ગુરૂવારે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

અદાલતનાં એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું કે પંજાબ પ્રાંતમાં ટેરર ફંડીગનાં બે   કેસમાં સઇદને સજા સંભળાવવામાં આવી છે, આતંકવાદ વિરોધી અદાલતે આંતંકવાદને ફંડ પુરૂ પાડવાનાં કેસમાં દરરોજ સુનાવણી કરતા 11 ડિસેમ્બરનાં દિવસે સઇદ અને તેનાં એક સાથીને દોષિત ઠરાવ્યા હતાં.અદાલતે બંને  કેસમાં સઇદને સાડા પાંચ વર્ષની સજા ઉપરાંત બંને  કેસમાં 15-15 હજારનો દંડ પણ ફટકાર્યો હતો, બંને કેસની સજા સાથે-સાથે ચાલશે