શું તમે ઈમોશનલી નકારાત્મકતાનો શિકાર બન્યા છો? હોઈ શકે છે આ કારણો

May 28, 2022

જ્યારે પણ આપણે પ્રેમમાં હોઈએ છીએ તો ઘણી વાર પોતાની સાથે થઈ રહેલા ખોટા વ્યવહાર અને ટોક્સિક રિલેશનનો સ્વીકાર કરીને આગળ વધી જઈએ છીએ, પણ અનેક વાર વ્યક્તિ પોતાના પર થઈ રહેલા માનસિક અને શારીરિક ક્લેશના વિરોધમાં કઈ કરવાનું વિચારે છે પણ પાર્ટનરના વ્યવહારમાં સકારાત્મક ફેરફારની આશામાં તે વિચારોને બ્રેક લગાવી દે છે. દરેક સમયે પાર્ટનરને માફ કરનારા વ્યવહારને વધુ ખરાબ કરી દે છે.

રિલેશનશીપમાં આવા ઈમોશનલ અત્યાચાર અનેક વાર એનપીડી એટલે કે (Narcissistic personality disorder)નું કારણ બને છે. જે તમારા માનસિક પાસાને જીવનભર માટે નુકસાન કરી શકે છે. એવામાં સમયસર પોતાના રિલેશનમાં માનસિક સ્ટ્રેસને ઓળખવો જરૂરી છે. તેને ઓળખવાની રીત અહીં આપવામાં આવી છે.

દરેક સમયે ઓછું અનુભવવું
જ્યારે તમે તમારી લાઈફમાં કંઈ નવું કરવાનું વિચારો છો અને તમે પાર્ટનરની સાથે ડિસ્કસ કરો છો તો આશા કરીએ છીએ કે પાર્ટનર તમને મોટિવેટ કરે અને સાથે આગળ વધવાની હિંમત આપે. પણ જો તમારા પાર્ટનર દરેક સમયે તમને હતોત્સાહિત કરે છે કે તમારી ઉપેક્ષા કરે છે તો તમારે સચેત થવાની જરૂર છે. રિલેશનશીપમાં નોર્મલ સ્થિતિ ત્યારે મનાય છે જ્યારે એકમેકને પ્રોત્સાહિત કરાય અને તેમની ઉપલબ્ધિઓ પર ખુશ થવામાં આવે.

દરેક સમયે ફરિયાદ કરવી
થોડી ફરિયાદ સામાન્ય છે પણ સાથે તમારા પાર્ટનર દરેક સમયે તમારી ટીકા કરે છે તો તે અપમાનજનક બની શકે છે. તેનાથી તમે ઈમોશનલી ડિસ્ટર્બ થઈ શકો છો. એવામાં તમે તમારા કપડા, મેકઅપ, રૂપ, વજન, વ્યવહારમાં ફરિયાદ મળે તો તે સામાન્ય નથી. તમે પાર્ટનરની સાથે વાત કરો અને તમારી ભાવનાઓને રજૂ કરો.

સંવેદનાઓને ઈગ્નોર કરવી
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંબંધમાં ફક્ત એટલા માટે બંધાય છે જેનાથી તેને કોઈ એવા વ્યક્તિનો સહારો મળે જે તેને સમજે અને તેમની વાતો પર સહાનુભૂતિ દેખાડે. પણ જો તમારા પાર્ટનર તમારી જરૂરિયાતના સમયે તમારી પાસે નથી તો તમે તે સંબંધથી નીકળીને તેને વિશે વિચારો તે જરૂરી છે.

દરેક સમયે કકળાટ
કપલ્સની વચ્ચે સામાન્ય લડાઈ થતી રહે તે શક્ય છે પણ દરેક સમયે લડતા રહેતા કપલ્સનો સંબંધ લાંબા સમય સુધી ટકતો નથી. જો તમે તમારા રિલેશનશીપમાં આવી સ્થિતિ અનુભવો છો તો તમારે ફરી એકવાર તેની પર વિચારી લેવું કેમકે કોઈ પણ પાર્ટનર વધારે સમય સુધી જીવનસાથીને પરેશાન કરી શકતા નથી.

આરોપ લગાવવા
તમારા સંબંધોમાં જો તમે પોતે બેકફૂટ પર છો અને તમામ ભૂલોની જવાબદાર તમને માનવામાં આવે છે તો તમે સમજી લો કે તમે ઈમોશનલ અત્યાચારનો શિકાર બની રહ્યા છો. એવામાં તમે તમારા મનની વાત પાર્ટનરની સાથે શેર કરો અને તેની સાથે ભવિષ્યને લઈને તમારો મત ખુલ્લા મને રજૂ કરો તે જરૂરી છે.