હેઝલ કીચ અને યુવરાજ સિંહ માતા-પિતા બન્યા

January 26, 2022

બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પેરેન્ટ્સ બની ગયા છે. 25 જાન્યુઆરીએ હેઝલે દીકરાને જન્મ આપ્યો. આ વાતની જાણકારી ખુદ યુવરાજે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ શેર કરીને આપી છે. યુવરાજે લખ્યું, અમે ખુશ છીએ, આશા છે કે તમે અમારી પ્રાઈવસીની રિસ્પેક્ટ કરશો.

યુવરાજે પોસ્ટ શેર કરતા લખ્યું, અમારા તમામ ફેન્સ, પરિવાર અને મિત્રોને આ વાત શેર કરતા ખુશી થઈ રહી છે, કે આજે અમે એક દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. હેઝલે એક બેબી બોયને જન્મ આપ્યો છે. અમે આ આશિર્વાદ માટે ભગવાનનો આભાર માનીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તમે અમારી પ્રાઈવેસીની રિસ્પેક્ટ કરશો.