હેલ્થ કેનેડાએ પ્રતિબંધિત કરેલા ગ્રાફીનયુકત માસ્કસના વેચાણને અંતે માન્યતા આપી

July 17, 2021

ટોરોન્ટો : હેલ્થ કેનેડાએ થોડા સમય પહેલા જે માસ્કસને આરોગ્ય માટે જોખમી ગણાવી બજારમાંથી પાછા ખેંચાવ્યા હતા, એની ચકાસણી કરનાર એજન્સીના અહેવાલ બાદ એવા માસ્કના વેચાણને માન્યતા આપી હતી. આ અગાઉ 
એપ્રિલમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં ગ્રેફીન કે બાયોમાસ ગ્રેફિનયુકત માસ્કસના વેચાણને અટકાવી દેવાનો આદેશ કર્યો હતો. હવે તે માસ્કની ચકાસણી બાદ એજન્સીનો અહેવાલ એવો આવ્યો હતો કે, આવા માસ્કથી આરોગ્યને નુકસાન નથી થતું. એને ધ્યાનમાં રાખીને હેલ્થ કેનેડાએ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ગ્રેફિનમાં સિંગલ લેયર કાર્બનના અણુઓ હતા. જે નેનો મટીરીયલ ગણાય છે. એ એન્ટી વાઈરસ અને એન્ટી બેકટેરીયલ ગુણો ધરાવે છે. એટલે હેલ્થ કેનેડાએ એને મંજુરી આપી હતી. જો કે, એજન્સીની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, જો આવા ગ્રેફીનનઅણુઓ શ્વાસથી શરીરમાં જાય તો તે ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ વધુ તપાસ બાદ એ શકયતા નહીંવત જણાતા આ નિર્ણય લેવાયો હતો. 
ગુરૂવારે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકામાં હેલ્થ કેનેડાએ સ્પષ્ટ કર્યું હતું કે, માસ્કમાં વપરાતું નવું મટીરીયલ ગ્રેફિનયુકત હોય તો પણ એનાથી કોઈ નુકસાન પહોંચતું નથી. એટલે શેન્ડોંગ શેન્ગકવેન મટીરીયલને માન્યતા આપવામાં આવી છે. એટલે હવે એ કંપની પોતાના ઉત્પાદનો કેનેડામાં વેચી શકશે. હેલ્થ કેનેડાએ આ ઉત્પાદનોની ફિલ્ટરીંગ ક્ષમતાને માન્યતા આપી હતી અને એનો દેખાવ સારો હોવાનું પણ સ્વીકાર્યું હતુ. આ કંપનીઓ આ પ્રકારના માસ્કસ કેનેડામાં વેચવા માંગતી હોય તેમણે પોતાના નમુનાઓ હેલ્થ કેનેડાને આપી ચકાસણી કરાવવી જરૂરી બનશે.