લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડતા એઈમ્સમાં દાખલ

November 26, 2021

- લાલુ પ્રસાદ યાદવની અચાનક તબિયત લથડતા ચાહકોમાં ચિંતાનો માહોલ
- આરજેડી નેતાએ હાલમાં બિહારમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી હતી


બિહાર- આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી છે. તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તેને તાવ સાથે ચક્કર આવી રહ્યા છે. તેનું લોહી તપાસ માટે લેવામાં આવ્યું છે. હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જોકે ડૉક્ટરનું કહેવુ છે કે એવું કંઈ નથી જેને ગંભીર ગણી શકાય.


લાલુ છેલ્લા ત્રણ દિવસથી બિહારમાં હતા. ત્યાં તેઓ સીબીઆઈ કોર્ટમાં હાજર થયા તેમજ આરજેડીના કાર્યાલયમાં કાર્યક્રમોમાં હાજરી આપી. આ દરમિયાન લાલુનો જીપ ચલાવતો વીડિયો ઘણો વાયરલ થયો હતો.


બિહારની છેલ્લી મુલાકાત વખતે પણ લાલુની તબિયત બગડી હતી. અચાનક બિહારનો પ્રવાસ કેન્સલ કરીને દિવાળી પહેલા દિલ્હી પરત આવવું પડ્યું હતું. તે દરમિયાન પણ લાલુએ પોતાના દસ દિવસના રોકાણ દરમિયાન પેટાચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. આ સાથે તે આ 10 દિવસમાં દરરોજ ડઝનબંધ લોકોને પણ મળ્યા હતા. જેના કારણે તેમની તબિયત ફરીથી નાદુરસ્ત થઈ હોવાનું કહેવાય છે.