હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસાન, પુલ તૂટ્યુ

August 08, 2022

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ચમ્બામાં સ્થિત ખંડવામાં રવિવારે રાત્રે વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયુ હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ અને પુલ બંધ કરવા પડ્યા હતા. આ અંગે માહિતી આપતા હિમાચલ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરે જણાવ્યું કે ચંબા જિલ્લાના ખંડવાડા ગ્રામ પંચાયતમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની સાથે એક પુલને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.