ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

October 17, 2020

અમદાવાદ : જગતના તાત માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે  વરસાદની આગાહી કરી છે.જેના કારણે અતિવૃષ્ટિમાં નુકસાન બાદ કમોસમી વરસાદની અગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે અગામી ૨૪ કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે.તેમજ સાયકલોનીક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પણ સિંગન નંબર ૩ લગાવાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકાર જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે.જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે.અને આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે. જોકે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાતે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.સાથે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી મહોલના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે.પરંતુ ખેડૂતો માટે ચિંતા ના વાદળો ઘેરાયા છે.ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. જોકે, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની શકયતા છે. જોકે, ગઈકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો પણ છે. આમ આ વર્ષે ચોમાસું વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.